લા-સ્પીરીટ-આદિત્ય એકસપોર્ટ બાદ હવે કાસેઝના વધુ ર યુનિટ પર શો કોઝ નોટીસની ફટકારનો તખ્તો : દાણચોરોમાં ફફડાટ..!
કંડલા કસ્ટમ કમિશ્નરશ્રી દ્વારા તાજેતરમાં જ કાસેઝના બે યુનિટ સલગ્ન મોટા પ્રકરણોમાં કરોડોની પેનલ્ટીની ફટકાર લગાવવામાં આવી ચૂકી છે ત્યારે હવે કાસેજ પ્રશાસન દ્વારા પણ અહી થોડા સમય પહેલા જ સોપારી દાણચોરીમાં ચકચારી રહેલા અને બે અલગ અલગ કેસમાં એસઅઈઆઈબી તથા ડીઆરઆઈ જેવી એજન્સીઓના હથ્થે ચડેલા યુનિટને કારણ દર્શક નોટીસની ફટકાર લાગવાની ગણાતી ઘડીઓ : તો વળી કાસેઝમાં જ સેવારત અને ફેબ્રીકના ક્ષેત્રમાં ડયુટીચોરીમાં માહેર રહેલા યુનિટ પર પણ ગાળીયો કસાવવાની ચાલતી તૈયારી
ગાંધીધામ : કંડલા કસ્ટમ કમિશ્નરશ્રી દ્વારા તાજેતરમાં જ એક પછી એક ધાક બેસાડતા પગલા લીધા હોવાના અહેવાલો ઉજાગર થવા પામ્યા છે. ૮૦ કરોડથી વધુની પેલન્ટીની ફટકાર વિવીધ યુનિટને કસ્ટમ કાયદાના ઉલ્લઘન બદલ ફટકારી દીધી છે હજુ તો લાસ્પીરીટ અને આદિત્ય એકસપોર્ટની સામે થયેલી આ કાર્યવાહીના અહેવાલો સમ્યા પણ નથી કે, કાસેઝમા વધુ ર યુનિટની સામે શો કેાઝ નેાટીસ ફટકારવાની તજવીજ શરૂ થવા પામી ગઈ હોવાથી હવે દાણચોરી કરનારા અમુક તત્વોમા તો ફફડાટ જ વ્યાપી જવા પામ્યો હોવાનો વર્તારો ખેડો થઈ રહ્યો છે. આ અંગે જાણકારોની વાત માનીએ તો કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમાં ડીસી પદે શ્રી દિનેશસીંગના આગમન બાદ ડયુટીચોર અને મિસડીકલેરેશન કરનારાઓમાં રીતસરનો સોપો જ પડી જવા પામ્યો હોય તેમ અહી સાચા વેપારીઓ-ઉદ્યોગકારો અને યુનિટધારકોને પણ મોટી રાહત જ થવા પામી ગઈ છે. પરંતુ તેઓના આગમન પહેલા અમુક યુનિટધારકો દ્વારા જે રીતે મોટા મોટા ગંભીર પ્રકારના આયોજનબદ્ધ ષડયંત્રોને અંજામ આપ્યો છે તેના પર પણ હવે ઝડપથી કાર્યવાહી થવા પામી રહી હોય તેવા ધાક બેસાડતા પગલા લેવાઈ રહ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. તાજેતરમાં જ કંડલા કસ્ટમ કમિશ્નરશ્રી દ્વારા જ લાલઆંખ કરી અને કાસેઝમાં જ કાર્યરત લા સ્પીરીટ યુનિટ અને તેના માલિક તથા તેનાથી સંકળાયેલાઓને કડક ફટકાર લગાવતી ડયુટી ચોરી-પેનલ્ટી બદલ લાલઆંખ કરતી કાર્યવાહી કરી દીધી છે તો વળી તે બાદ આદિત્ય એકસપોર્ટ દ્વારા કાળા મરી અને અખરોટમાં જે ગોલમાલ કરાઈ હતી તેમાં પણ ૮૦ કરેાડથી વધુની પેનલ્ટની ફટકાર લગાવી દેવામા આવી ગઈ હોવાના અહેવાલો સમ્યા પણ નથી ત્યા અંતરંગ વર્તુળો કહી રહ્યા છે કે, કાસેઝમાં જ સેવારત રહેલા અન્ય યુનિટની સામે પણ આ જ પ્રકારની લાલઆંખ થવા પામે તો નવી નવાઈ નહી કહેવાય. થોડા સમય પહેલા જ કાસેજના એક યુનિટમાથી સોપારી દાણચોરીના બે અલગ અલગ કેસ થયેલા હતા. જેમાં એક કેસ એસઆઈઆઈબીએ કર્યો હતો તો બીજો કેસ બહારની ડીઆરઆઈ આવીને કરી ગઈ હતી. સોપારી દાણચોરીના આ પ્રકરણમાં હવે સબંધિત યુનિટ પર ગાજ વરસવાની તૈયારીઓ થઈ ચુકી છે. તો વળી તેની સાથે જ લાંબા સમયથી અહી ઝોનમાં યુનિટ ધરાવનારા અને ફેબ્રીકના ધંધામાં સંકળાયેલા અમુક ચકચારી તત્વોના યુનિટ પર પણ ગમે તે ઘડીએ શો કોઝ નોટીસની ફટકાર આવી જાય તેવો વર્તારો ખડો થતો જોવામાં આવી રહ્યો છે.

Comments