મોટી વિરાણીમાં પવનચક્કી ઉભી કરવા પેટે રપ લાખની ખંડણી મંગાઈ
મોટી અરલના ત્રણ શખ્સોએ કોન્ટ્રાકટરને ધોકા વડે માર માર્યો
નખત્રાણા : તાલુકાના મોટી વિરાણી ગામે પવનચક્કી ઉભી કરવા પેટે મોટી અરલના ત્રણ શખ્સોએ કોન્ટ્રાકટરને માર મારી રપ લાખની ખંડણી માંગી હતી. જેથી સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.
આ બાબતે કોરીયાણીમાં રહેતા મહાવીરસિંહ સ્વરૂપાજી સોઢાના જણાવ્યા પ્રમાણે રીયાન્સી કંપનીમાં કોન્ટ્રાકટર તરીકે તેઓ જોડાયેલા છે. આ કંપની પવનચક્કી ઉભી કરવા અને ફાઉન્ડેશનનું કામ કરે છે. રેસ્કો ગ્લોબલ વીન્ડ સર્વિસ પ્રા.લિ.કંપની દ્વારા રીયાન્સી કન્સ્ટ્રકશન કંપનીને પવનચક્કી ઉભી કરવા અને ફાઉન્ડેશનનું કામ કરવા માટે વર્ક ઓર્ડર મળ્યો છે. નાની મોટી અરલમાં હાલ પ્રોજેકટ ચાલી રહ્યો છે. ત્રણ મહિના પહેલા કામ ચાલુ કરવાનું હતું ત્યારે ગામમાં મીટીંગ કરી જેમાં સરપંચ સહિતના હાજર રહ્યા અને કંપનીએ ગામ વિકાસ માટે અમુક કામ કરી આપવાનું નક્કી કર્યું હતું. ગામ લોકોને વિશ્વાસમાં લઈ કામ ચાલુ કર્યું બાદમાં તા. ર-૧૦ ના ગામના પ્રવિણસિંહ હરીસિંહ જાડેજા સાઈટ પર આવ્યા અને કામ બંધ કરવાનું કહ્યું હતું. ફરિયાદી ગયા ત્યારે તેમણે કહ્યું કે, તમે જે કંપનીનું કામ કરો છો તે અમારા ગામમાં આવે છે અને પવનચક્કી ઉભી કરવા માટે એક પવનચક્કી દીઠ રપ લાખ આપવા પડશે. જેથી ફરિયાદીએ કહ્યું કે, ગામમાં મીટીંગ થઈ ગઈ છે અને કંપનીએ ગામ વિકાસના અમુક કામ કરી આપવાનું નક્કી કર્યું છે. જેથી પ્રવિણસિંહે કહ્યું કે, તમે ગામ લોકો સાથે જે મીટીંગ કરી તેમાં મારે કોઈ લેવા દેવા નથી. હું કાંઈ જાણતો નથી. તમારે મને અલગથી એક પવનચક્કી દીઠ રપ લાખ આપવા પડશે, નહીંતર કામ કરવા નહીં દઉં. તો પણ કંપનીએ કામ ચાલુ રાખ્યું અને ૧૦ તારીખે પ્રવિણસિંહ ગામના પ્રદ્યુમનસિંહ હરીસિંહ જાડેજા અને લાલુભા દુજુભા જાડેજાને આવ્યો અને કામ બંધ કરી નાખો તેમ કહી ધાક ધમકી કરી, જોઈ લેવાની ધમકી આપી હતી. ૧પ તારીખે ફરિયાદી સાઈટ પર જતા હતા ત્યારે મોટી વિરાણી પાસે તેઓ હતા ત્યારે ત્રણેય જણા આવ્યા અને પવનચક્કીના રપ લાખ આપવા છે કે નહી ? તેમ કહી ગાળાગાળી કરી ત્રણેય જણાએ ધોકા વડે માર માર્યો હતો. બાદમાં લોકો આવી જતા ત્રણેય જણા ભાગી ગયા હતા. જેથી સમગ્ર મામલે નખત્રાણા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Comments