Trending News
સ્થાનિક સમાચાર

પૂર્વ-પશ્ચિમ કચ્છ આરટીઓ તંત્ર ત્રાટકે : તો તાલાલાવાળું જ મોટું કૌભાંંડ ખુલવા પામે..!

17 November



ગીર સોમનાથ એલસીબીની જેમ કચ્છમાં પણ સ્થાનીક ગુના શોધક શાખાઓ જાગૃતી દાખવે તો અહી પણ એક જ સરખી નંબરપ્લેટવાળી ટ્રકો સહિતના વાહનો ઝડપાય : કચ્છ બહાર ચાલતા પેસેન્જર વાહનોમાં પણ આવા જ કૌભાંડો ટેક્ષ બચાવવા માટે અજમાવતા હોવાની અગાઉ પણ ઉઠી ચુકી છે ચકચાર

ગાંધીધામ : સરકાર દ્વારા વિવિધ વિભાગો મારફતે નીતી-નીયમો કાયદાની અમલવારી કરાવવા અલગ અલગ ઝુંબેશો અને સપ્તાહોની ઉજવણી કરવામા આવતી જ હોય છે પરંતુ જાણે કે એ જ સરકારી વિભાગના કેટલાક પલળેલાઓની મીલીભગત કે પછી વહીવટ અને સેકસનથી આવા નીતી નિયમોના ધજાગરા ઉડતા જ રહેતા હોય તેવા ઘટનાકર્મો પણ ઠેર-ઠેરથી સામે આવવા પામતા રહેતા હોય છે. દરમ્યાન જ હાલમાં આવી જ ચાડી ખાતુ એક પ્રકરણ ગીર સોમનાથ એલસીબીએ ખુલ્લુ પાડી દીધું છે.આ મામલે જો સહેજ વિગતે વાત કરીએ તો તાજેતરમાં જ તાલાલ ગણેશ રેસીડેન્સી પાસેથી બે એક સરખા આરટીઓ રજી.નંબર ધરાવતા બે શકાંસ્પદ ટ્રકો પકડી પાડવામા આવ્યા હતા. બે નંંબરો ધરાવતા વાહન ચાલકો પાસેથી તેના આધારો માગવામા આવ્યા તો તેઓ રજુ કરી શકયા ન હતા. આ વાહનોને તે વખતે ડીટેઈન કરી અને આગળની તપાસ હાથ ધરી છે. હવે એક જ સરખા બે રજીસટ્રેશન નંબર ધરાવતા આ વાહનો રોડ પર દોડતા થઈ જ કેવી રીતે ગયા? આરટીઓ તંત્રના રેકર્ડ પર કયુ વાહન રજીસ્ટર્ડ થયેલ બોલી રહ્યુ છે? કયુ વાહન નથી બોલતુ? ખરેખર ટેક્ષની ચોરી કરવાની દીશામાં જ આ પ્રકારના ગતકડાઓને અંજામ અપાયુ હોય તેમ ફલિત થઈ રહ્યુ છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, કચ્છ પણ ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં રાજયભરમાં મોખરાનું સ્થાન ધરાવી રહ્યુ છે. અહી બે મહાબંદરો ઉપરાંત અનેકવીધ મહાકાય ઉદ્યોગો આવેલા છે ત્યારે અહીથી ટ્રાન્સપોર્ટે ઉદ્યોગ એ પછી કોમર્શિયલ હોય કે પેસેન્જર તે પણ ફુલ્યો ફાલ્યો છે ત્યારે પ્રબુદ્ધવર્ગ માની રહ્યો છે ક, જો આરટીઓ તંત્ર કચ્છમાં પણ આ બાબતે વક્રદ્રષ્ટી કરે તો અહી પણ કચ્છ બહાર દોડતાપેસેન્જર અથવા તો ટ્રાન્સપોર્ટેશનના વાહનોમાં પણ કયાંક ને કયાંક એક રજીસ્ટ્રેશન નંબર પર અલગ અલગ વાહનો દોડાવાતા હોવાની છાની પ્રવૃતીઓનો પણ મોટો પર્દાફાશ થવા પામી જાય તેમ મનાય છે. પૂૃર્વ અને પશ્ચીમ કચ્છ આરટીઓતંત્રની સાથેાસાથ જ તાલાલામાં જે રીતે ગીર સોમનાથ એલસીબીએ જાગૃતી દાખવીછે તે જ રીતે પૂર્વ અને પશ્ચીમ કચ્છના સ્થાનિક ગુના શોધક શાખા અને તેની ટીમ પણ આવી જાગૃતી દેખાડે તો સરકાર હિતમાં મોટા કરચોરી-ટેક્ષચોરીના પ્રકરણ પરથી પડદો ઉચકાવવાની સંભાવનાઓ સેવાઈ રહી છે.

Comments

COMMENT / REPLY FROM