લાકડિયામાં ૧.પર લાખના દારૂ સાથે બે યુવક ઝડપાયા
માલ ભરી આપનાર હાજર ન મળ્યો : ગાડી સહિત ૯.૮ર લાખનો મુદ્દામાલ કબજે કરાયો
રાપર : તાલુકાના લાકડિયા વિસ્તારમાં વોચમાં રહેલી પોલીસે ૧.પર લાખના દારૂ સાથે બે યુવકની ધરપકડ કરી છે. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ લાકડિયા ગેલ ઈન્ડિયા કંપની પાસે નેશનલ હાઈવે પર વોચમાં રહેલી પોલીસે ચિત્રોડ બાજુથી આવતી ગ્રે કલરની કિયા સેલ્ટોસ ગાડી નં.જીજે૦૩-એમએચ-૬ર૯૧ ને અટકાવાઈ હતી. તેમાંથી મૂળ ડાભુંડાના હાલે રાજકોટ રહેતા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમભા ટપુભા જાડેજા અને રણજીતસિંહ ટપુભા જાડેજાને ઝડપી લેવાયા હતા. જ્યારે માલ આપનાર ઉપેન્દ્રસિંહ ભાવુભા જાડેજાનું નામ ખુલ્યું હતું જે હાજર મળી આવ્યો ન હતો. પોલીસે ગાડીમાંથી ૧.પર લાખનો દારૂ, ૩૦ હજારના મોબાઈલ અને ૮ લાખની ગાડી સહિત ૯.૮ર લાખનો મુદ્દામાલ કબજે ગુનો દાખલ કર્યો છે.

Comments