Trending News
ક્રાઈમ

ભેંસ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને નખત્રાણા પોલીસે ઝડપ્યા

16 November


ઝડપાયેલા શખ્સો રીઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું 

ભુજ : નખત્રાણા વિસ્તારમાં ભેંસોની ચોરી થતા પોલીસમાં ગુનો દાખલ કરાયો હતો. પીઆઈ એ.એમ. મક્વાણાના માર્ગદર્શનમાં ટીમ દ્વારા આરોપીઓની તપાસ હાથ ધરી હતી. જેમાં નખત્રાણાથી સામખિયાળી સુધી અલગ અલગ ૧ર ગામોના કેમેરા તપાસી ભેંસોની ચોરી કરીને જતી ગાડી સામખિયાળી ટોલનાકે જતી હોવાનું સામે આવ્યું હતું. જેથી લાખોંદ તેમજ સામખિયાળી ટોલનાકેથી ગાડીના ફાસ્ટેગ નંબર મેળવી પોલીસ ગાડી માલિક સુધી પહોંચી હતી. ગત એક સપ્ટેમ્બરના બનાસકાંઠા જિલ્લામાંથી ગુના કામે વપરાયેલી ગાડી અને વ્યક્તિને ઝડપી લેવાયો હતો. બીજા આરોપીને કોટડા (જ)થી ઝડપી લેવાયા હતા. ભેંસોની ચોરીમાં મદદગારીના નામ ખુલતા તેને પણ ઝડપી લેવાયો હતો. બાદમાં સંડોવાયેલા બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના નેસડા ગામના નરશી સુંડાજી ઠાકોર અને દિયોદર તાલુકાના ખાણોદર ગામના પ્રકાશ નરશીભાઈ માજીરાણાને ઝડપી લીધા હતા. આરોપી પાસેથી મહિન્દ્રા પીકઅપ ગાડી નં.જીજે૧ર-બીટી-૩૧પર તેમજ ૭૦ હજારની ભેંસ કબજે કરવામાં આવી છે. ઝડપાયેલા નરશી સામે પાટણ જિલ્લાના ૧૪ અને બનાસકાંઠા જિલ્લામાં ૯ તેમજ મહેસાણામાં એક ગુનો નોંધાયેલો હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ આ ગુનામાં પોલીસે મૂળ અબડાસાના સમંડાના હાલે લાખણી તાલુકાના શેરગઢ ગામમાં રહેતા શંભુજી કેશાજી ઠાકોર, ડીસાના પ્રવીણ ઉર્ફે પવો ઉર્ફે રમેશ શિવાભાઈ ભીલ, દિયોદરના મયુદ્દીનખાન મેવેખાન બલોચની ધરપકડ કરી હતી. 

 

Comments

COMMENT / REPLY FROM