Trending News
સ્થાનિક સમાચાર

કંડલા કસ્ટમ કમિશ્નર શ્રી રામમોહન રાવની વધુ એક લાલઆંખ : કાસેઝના આદિત્ય એકસપોર્ટના અખરોટ દાણચોરી કેસમાં ઘટસ્ફોટ..!

16 November

પાપ તો છાપરે ચડીને પોકારે જ છે..! : જરૂર હોય છે એકાદ પ્રમાણિક અધિકારીની.!



કુથબર્ટ વિનિયર, આદિત્ય એકસપોર્ટ ઉપરાંત ક્રીષ્ના શિપીંગ એન્ડ એલાઈડ સર્વીસીસ સહિતનાઓની સામે કસ્ટમ 
એકટ ૧૯૮રની કલમ ર૮એ-એ હેઠળ કરોડોની ફટકારાઈ પેનલ્ટી : કસ્ટમના કાયદાની એસીતૈસી કરનારાઓમાં શ્રી રામમોહન રાવની ધાક બેસાડતી કાર્યવાહીથી ફેલાયો ફફડાટ

મુંદરા સેઝના ઓડબલ્યુએસ વેરહાઉસમાં પણ આ જ ટોળકીએ અખરોટના મિસડીકલેરેશનને અંજામ આપીને આચરેલા કારનામા બદલ પણ કસ્ટમ કમિશ્નરશ્રીએ કાયદાકીય રીતે પછાડયો ધોક્કો, લગાવી  તગડી ડયુટીચોરીની ફટકાર : દાણચોરીયુકત મુદામાલનું ટ્રાન્સપોર્ટેશન કરનારાઓના વાહન ઝપ્તીનો પણ ઓર્ડરમાં છે સીધો નિર્દેશ અથવા તો ટ્રાન્સપોર્ટરને ૧૦ લાખનો દંડ ભરવાની કરી તાકીદ : આખીય ટોળકીને મળીને કુલ્લ ૯૦ કરોડથી વધુની લગાવી પેનલ્ટી




ગાંધીધામ : પાપ તો અંતે છાપરે ચડીને પોકારતુ જ હોય છે અને હવે તે પૂર્વ કચ્છમાં કાર્યરત કાસેઝના પણ અલગ અલગ યુનિટના મોટા મોટા કૌભાડોમાં સામે આવી રહેલી ધાક બેસાડતી કાર્યવાહીની વિગતોથી પુરવાર થવા પામી રહ્યુ છે. કાયદાથી થોડા સમય માટે તમે છુપાઈ શકો છો, પરંતુ કાયમને માટે તો બચી શકતા જ નથી, તે પણ અહી પુરવાર થવા પામી રહ્યુ છે. કાસેઝમાં કાર્યરત યુનિટ દ્વારા આચરવામાં આવેલા મહાકાય કૌભાંડોની જીણવટભરી તપાસ બાદ હવે કંડલા કસ્ટમ કમિશ્નરશ્રી રામમોહન રાવ દ્વારા એક પછી એક ધાક બેસાડતા પેનલ્ટી વસુલાતના આદેશો વછુટવા પામી રહ્યા છે અને તેના પગલે મોટા મોટા ડયુટીચોર તત્વોમાં પણ ફફડાટ જ ફેલાઈ જવા પામ્યો હોય તેવો વર્તારો ખડો થવા પામી રહ્યો છે. કંડલા કસ્ટમ કમિશ્નર શ્રી રામ મોહન રાવ દ્વારા કાસેઝમાંથી કાર્યરત એક યુનિટ આદિત્ય એકસપોર્ટ દ્વારા અખરોટ આયાત કરવામાં જે રીતે એક મહાકાય સિન્ડીકેટ ઉભી કરી અને કરોડોની ડયુટીચોરી આચરવામાં આવી હતી, જે પ્રકરણમાં કંડલાકસ્ટમની સામે અન્ડરવેલ્યુડ ઈન્વોઈસ રજુ કરી અને ડયુટીચોરીનું મોટો ખેલ પાડવામા આવ્યો હતો તેની વિગતો ખુલ્યા બાદ જીણવટભરી તપાસ કરવામાં આવી હતી અને તે બાદ હવે કંડલા કસ્ટમ કમિશ્નરશ્રી રાવ દ્વારા આ કેસમાં આખાય પ્રકરણમાં જોડાયેલાઓને સાંકળીને તગડી કરોડોની ડયુટીનો આર્થિક મોટો ધુમ્બો ફટકારી દીધો હોવાનુ સામે આવવા પામી રહ્યું છે. આ બાબતે તાજેતરમાં જ તા. ૮/૧૧/ર૪ના રોજ કડલા કસ્ટમ કમિશ્નરશ્રી રામમોહન રાવ દ્વારા વછુટાવવામાં આવેલા આદેશમાં વર્ણવેલી વિગતોની જો વાત કરીએ તો કસ્ટમના કાયદાની કલમ ૧૧૪/એ-એ હેઠળ આ કેસમાં સંકળાયેલાઓને અપાયેલી પેનલ્ટીની રકમની વાત કરીએ તો ઓડબલ્યુએસ વેરહાઉસ સર્વિસ પ્રા. લી.ને બે કરોડ, શ્રી ક્રીષ્ના શીપીંગ એન્‌ એલાઈડ સર્વિસ પ્રા.લી.ને ૧૦ કરોડ, પંકજ ઠકકર(પાર્ટનર ક્રીષ્ના શીપીંગ એન્ડ એલાઈડ પ્રા.લી.) ૧પ કરોડ, કે.એમ.ઠકકર(પાર્ટનર)૧૦ કરોડ, મનીષ જૈન પાંચ કરોડ, મેહુલ પુજારાને સાડા સાત કરોડ, નીમીશસોઢા સાડા સાત કરોડ, સમીર અરોરા(પાર્ટનર કર્થબર્ટ વિનીર લી.) ૧૦ કરોડ, દેવેન્દ્ર કુમાર પાંચ કરેાડ, પ્રવીણ રાઉત પાંચ કરોડ, પંકજ સુરાની, વીનીત શર્મા, સોનમ શર્મા અને મંગલ કીરણ શર્માને પ૦-પ૦ લાખની પેનલ્ટીની ફટકાર લગાવવામા આવી છે. કસ્ટમ કમિશ્નરશ્રી દ્વારા અપાયેલા આદેશમાં ખોટી રીતે આયાત કરેલા અખરાટના પ૬ મેટ્રીક ટનના જથ્થાને પણ સિજ કરવા અને જો તે મુકત કરાવાવે હોય તો તેની અવેજમાં ૧૦ લાખ રૂપીયાની રકમ સરકારી રાહે જમા કરાવવાનો આદેશ કરવામા આવ્યો છે. તેની સાથોસાથ જ કરણી રોડવેઝની ટ્રક નંબર આર જે૧૯જી જી ર૧રર અને આર જે ૦૪ જીસી૮પપ૮વાળી કે જે દાણચોરી યુકત મુદામાલની હેરફેરમાં ઉપયોગમાં લેવાઈ હતી તેને પણ સરકારી રાહે જપ્તી કરવાનો આદેશ આપ્યો છે અને જો તેને મુકત કરાવી હોય તો કસ્ટમના કાયદા ૧૯૬રની કલમ ૧રપ હેઠળ ૧૦ રૂપીયાની રકમ ભરપાઈ કરવાનો આદેશ કરાયો છે. કસ્ટમ એકટ ૧૯૬રની કલમ ૧૧ર હેઠળ કસ્ટમ કમિશ્નરશ્રી દ્વારા આદિત્ય એસકપોર્ટને પણ દોઢ કરોડની પેનલ્ટીની ફટકાર લગાવી છે. કંડલા કસ્ટમ કમિશ્નરશ્રીની આ મુજબની ધાક બેસાડતી કાર્યવાહીના પગલે દાણચોર ટોળકીમાં ભારે ફફડાટ જ ફેલાઈ જવા પામ્યો હોવાનો વર્તારો જોવાઈ રહ્યો છે. ’’




..................


કચ્છઉદયના અહેવાલ પર કંડલા કસ્ટમની મહોર


મુંદરામાં ૧૩૦ કરોડના ડયુટીચોરીકૌભાંડ ખુલવાના ભણકારા-ઓડબલ્યુએસ યુનિટનો કાચો ચીઠ્ઠો આવશે બહારના મથાડા સાથે આ જ પ્લેટફોર્મ પરથી તા. રર-૦૮-ર૦ર૩ના રોજ પાના ૩ પર  અફઘાન ઓરીજનલ અખરોટમા આદરેલા કૌભાંડના બીલ ઓફ એન્ટ્રી સહિતના આધારા-પુરાવાઓ સાથે આંખ ઉધાંડનારો અહેવાલ મુખ્ય સુત્રધારોના નામ જોગ રજુ કરવામા અવ્યો હતો અને હવે કંડલા કસ્ટમ કમિશ્નર દ્વારા આ કેસમાં એ જ તમામ નામોવાળા શખ્સોને કુલ્લ ૮૦ કરોડની ડયુટીચોરીની ફટકાર લગાવતા કચ્છઉદયના અહેવાલ પર તંત્રની મહોર જ લાગવા પામી ગઈ છે. 

Comments

COMMENT / REPLY FROM