Trending News
સ્થાનિક સમાચાર

ધંધા હે પર ગંદા હે : કચ્છના તબીબી જગતમાં તો કયાંક આવી એજન્ટ પ્રથાનો સડ્ડો વકરેલો નથી ને.? તપાસ થવી ઘટે..!

16 November



અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડના કારનામાઓ ખુલ્યા બાદ ઉઠતા તરેહ તરેહના સવાલો : પાર્ટી-મીટીંગો યોજી એજન્ટોના સંપર્ક મારફતે નેટવર્ક ચાલતુ હોવાની ચર્ચા : પેશન્ટ આપો ૧રથી ૧પ ટકા લઈ જાવ- મેડીકલેઈમ એજન્ટોને હોસ્પિટલો દ્વારા ઓફર અપાતી હોવાના પણ થયા છે ઘટસ્ફોટ : કયાંક ને કયાંક આવા ખેલ કચ્છ જિલ્લામાં પણ નથી પડી રહ્યા ને..? : શું જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા ખ્યાતિકાંડ જેવી ઘટનાઓની રાહ જોવાઈ રહી છે..? : ભોગગ્રસ્તોનો તીખો ટોણો


ર૦૦૧ના ભુકંપ બાદ વિકસીત કચ્છમાં પણ અનેકવિધ નામી ગ્રુપની હોસ્પિટલોના અહી છે પડાવ તો વળી આ ઉપરાંતની સરકારી અને ખાનગી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલોમાં પણ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે પાટીયાઓ, બધી જ હોસ્પિટલો આવી નહી હોય, પંરતુ એકાદ હોસ્પિટલમાં પણ જો ખ્યાતી જેવા કારનામાઓ થતા હોય તો કેટલા દર્દીઓના જીવ પર જોખમ મુકાઈ શકે છે..? તે વિચારવુ જ કંપારી છુટાવી દે...છે...!

ગાંધીધામ : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડની ઘટનાના રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને મેડીકલ જગતમાં કેવા કેવા પ્રકારની પોલમપોલ અને રીતરસમો ચાલી રહી છે તેને લઈને પણ ઠેર ઠેર ચકચાર ઉભી થવા પામી રહી છે. અગાઉ શિક્ષણ અને આરોગ્ય તે સેવાના માધ્યમો માનવામા આવતા હતા પરંતુ હવે તો જાણે કે નફાખોરીના પ્લેટફોર્મ બની ગયા હોય તેવી ગંભીર ઘટનાઓ સામે આવવા પામી રહી છે. ખ્યાતિકાંડ બાદ વાત એવી પણ સામે આવી રહી છે કે, મલ્ટી સ્પેશ્યાલીસટી હોસ્પીટલના રૂપકડા નામે ઉભા કરી દેવામા આવતા મહાકાય ભવનો, તેના સ્ટાફ, મેનટેનન્સ સહિતઓના ખર્ચાઓ કાઢવા માટે સાચા-ખોટા રીતરસમો અપનાવતા હોય છે અને તેનો જ ભોગ ખ્યાતિ હોસ્પિટલમા લઈ જવાયેલા નિદોર્ષ દર્દીઓ બની ગયા હોય તેમ લાગી રહ્યું છે. જાણકારો દ્વારા કહેવાય છે કે, મેડીકલ માફીયાઓ દ્વારા મેડીકલેઈમ વાળા અમુક એજન્ટોની સાથે સાંઠગાંઠ કરી અને રીતસરનો વેપલો જ માંડી બેઠા છે. આવા એજન્ટોને અમુક હોસ્પિટલ અને તેના મેનેજમેન્ટ દ્વારા રીતસરની ઓફરો જ આપવામા આવતી હોય છે. પેશન્ટ આપો અને બારથી પંદર ટકા લઈ જાવ આવી ખુલ્લી ઓફર આપવામા આવતી હોય છે. પાર્ટીઓ-ગેધરીંગના નામે એકઠા થઈ અને મેડીકલ એજન્ટોનો સંપર્ક કરવામા આવતો હોવાનુ ચર્ચાય છે. જેમા આઠથી દસ લાખ જેવો તગડો દલ્લો આપનારા એજન્ટોને તો મેડીકલ માફીયાઓ વિદેશ પ્રવાસની પણ ઓફર આપતા હોય છે. મેડીકઈલેઈમ ઉતારતા એજન્ટોને સામાનય રીતે દર્દીઓ કઈ હોસ્પિટલમાં સારવાર લેવી તે અંગે પુછતા હેાય છે એટલે આ એજન્ટોને જયાથી સારૂ તગડુ કમિશન મળે, પેકેજની ઓફરો મળે, વિદેશ પ્રવાસ જેવા લાભો અપાયેલા હોય તે હોસ્પિટલ તરફ જ દર્દીઓને ડાયવર્ટ કરતા હોય છે. આમ મેડીકલ માફીયાઓ તથા મેડીકલેઈલમ એજન્ટોની એક મોટી સિન્ડીકેટ ફુલીફાલી છે અને તેમના લીધે દર્દીઓ સારવારના બીલમાં દસથી પંદાર ટકાનો વધારો જીંકવામાં આવી જતો હોય છે. મેડીકઈલેમ લેનારા દર્દીઓને કદાચ નાની સુની તકલીફ થઈ હોય તો પણ આવી અમુક માફીયાગીરી વાળી હોસ્પિટલો તેને હોસ્પીટલમાં એડમીટ કરી અને તગડા બીલો કંપનીથી વસુલી લેતી હોય છે. એટલે આ રીતે બોગસ સારવારો કરી અને તગડા મેડીકલેઈમ પણ પાસ કરાવાવનો એક બેનામી ધંધો પણ વકરી ચૂકયો હોય તેમ જણાઈ આવે છે. હાલમાં જયારે આ પ્રકારના મેડકીલ માફીયાઓ, મેડીકલેઈમવાળા એજન્ટોનું નેટવર્ક રાજયમાં ઠેર ઠેર વકરી જ ચૂકયુ છે ત્યારે કચ્છ પણ હવે વિકાસની અગ્રહરોળમાં આવી ગયુ છે અને અહી પણ કેટલીય નામી-અનામી હોસ્પિટલોના પગરણ થયેલા છે. તે વચ્ચે જ અહી દર્દીઓના આરોગ્ય સાથે પણ ચેડા થયાના કિસ્સાઓ અને ફરીયાદો સામે આવી જ રહેતી હોય છે ત્યારે પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે, ખ્યાતિકાંડમાં રચાયેલા કારનામાઓ અને તે બાદ મેડીકલ માફીયાઓ દ્વારા મેડીકલેઈલમને લઈને આચરવામાં આવતી ચલકચલાણા ભરી નીતીઓ કયાંક ને કયાંક છાને છપને કચ્છમાં પણ ચાલી નથી રહી ને? આ પ્રકારની બેનામી હરકતોનો સડ્ડો કયાંક અહી તો ઘર નથી કરી ગયો ને..?અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડના કારનામાઓ ખુલ્યા બાદ જિલ્લાના આંતરીક બેડામાં પણ  તરેહ તરેહના સવાલો ઉઠવા પમાી જ રહ્યા છે. ર૦૦૧ના ભુકંપ બાદ વિકસીત કચ્છમાં પણ અનેકવિધ નામી ગ્રુપની હોસ્પિટલોના અહી છે પડાવ તો વળી આ ઉપરાંતની સરકારી અને ખાનગી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલોમાં પણ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે પાટીયાઓ, બધી જ હોસ્પિટલો આવી નહી હોય, પંરતુ એકાદ હોસ્પિટલમાં પણ જો ખ્યાતી જેવા કારનામાઓ થતા હોય અથવા તો મેડીકલ માફયીાઓ અને મેડીકલેઈમના એજન્ટોની ગાલમેલ ચાલતી હોય તો કેટલા દર્દીઓના જીવ પર જોખમ મુકાઈ શકે છે..? અથવા તો કેટલા દૃદીઓને તગડા બીલોનો ખોટો સામનો કરવો પડી રહ્યો હશે? તે વિચારવુ જ કંપારી છુટાવી દે...છે...!આ પ્રકારની રીતરસામે કચ્છમાં પણ સક્રીય બનેલી છે કે નહી તે માટે જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર રીત અપનાવતી હોસ્પિટલ, કમિશન લઈ દર્દીઓ મોકલતા એજનટ્‌ પર વોચ રાખીને કાર્યવાહી કરે તો જ આવા તત્વો કાબુમાં આવી શકે તેમ પણ જાણકારો કહી રહ્યા છે.

Comments

COMMENT / REPLY FROM