કચ્છમાં મુંદરા-ગાંધીધામ-ભચાઉ પટ્ટામાં તેલચોરીના ટેન્ડરો ખુલ્યા : ઠેર-ઠેર મસમોટા અડ્ડાઓ ધમધમ્યા..!
સી.. સસસ... કોઈને કહેતા નહીં..!
દેશના મહાબંદરો પર આવતા ઓઈલ-કેમીકલના ટેન્કરોના ડ્રાયવર-કલીનરોને લલચાવી-ફોસલાવી-ડરાવી ધમકાવીને તેલચોરીના ચાલતા કારસ્તાનો થોડા સમય માટે ઠપ્પ રહ્યા બાદ પુનઃ ધમધમ્યા : ખાખીનાકયા ભ્રષ્ટ તત્વોએ તેલચોરોને આપી લીલીઝંડી? : ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તો મોટી તેલચોરીના નેટવર્કનો ભાંડાફોડ થશે, સાથોસાથ ભ્રષ્ટ પલળેલા ખાખીધારીઓના ચહેરાઓ પણ થશે બેનકાબ!
આ પ્રકારની તેલચોરીઓથી ટેન્કર માલિકો અને ટ્રાન્સપોર્ટરો થઈ રહ્યા છે પાયમાલ : ટેન્કરોમાથી થતી ચોરીના લીધે માલ ઓછો થાય છે, આવી સ્થિતીએ માલ ખરીદનાર પૈસા કાપીને ભાડું આપે તો ટ્રાન્સપોૃટર નુકસાનીમાં જાય અને હાલત ન ઘરના ન ઘાટના જેવી થાય અને આખરે ધંધો બંધ જ કરવો પડે, જેનું એકદંરે નુકસાન કચ્છને થઈ રહ્યું છે..!’
ગાંધીધામ : દેશના બે મોટા બંદરો કચ્છમાં કાર્યરત છે. સરકારી બંદર કંડલા તો ખાનગી મુંદરા બંદર પર દેશ-વિદેશમાથી અનેકઘણી વસ્તુઓની આયાત-નિકાસ થવા પામતી રહે છે. અહી આવતી વસ્તુઓના ટ્રાન્સપોર્ટેશન દરમ્યાન તેમાથી રીતસરની ચોરી-લુંટ કરી અને તે મુદામાલ બારોબાર વેંચી દેવાની પણ થોકબંધ ફરીયાદો સમયાતરે સામે આવતી જ રહેતી હોય છે. તેમાં ઓઈલ-કેમીકલ અને તેલચોરીનું પણ મોટુ નેટવર્ક ઉભુ થઈ જવા પામ્યુ હોવાની પણ ફરીયાદો સપાટી પર આવતી રહે છે. કચ્છમાં પણ આ પ્રકારની તેલચોરીના કારસ્તાનને અંજામ આપનારી ટોળકી થોડા સમય માટે શાત રહ્યા બાદ હવે ફરીથી મેદાનમાં આવી ગઈ હોય અને આ તેલચોરોને જાણે કે, તેલચોરી કરવા માટેની રીતસરની છુટ જ મળી જવા પામી હોય તેમ ઠેર ઠેર ધંધાઓ ધમધમી ઉઠયા હોવાનુ મનાવવા પામી રહ્યુ છે. તેલચોરી માટેના ટેન્ડરો જ ખુલી ગયા હોય તેવી રીતે આ શખ્સો ફાટીને ફુલેકે ચડી જવા પામ્યા હોવાનુ ચર્ચાય છે. તેલચોરી કરવી એ કોઈ ક્ષણિક કે નાની સુની વાત નથી, તેના માટે મોટા લાવ લશ્કરની જરૂરત રહેતી હોય છે અને તેને અંજામ આપતા પણ કલાકોનો સમય વીતી જતો હોય છે, તેમ છતા પણ જે તે વિસ્તારના ખાખીધારીઓ આવી તેલચોરીની ઘટનાઓ-ષડયંત્ર બાબતે અંધારામાં રહી જાય તે બને કેવી રીતે? જાણકારો કહી રહ્યા છે કે, ખાખીના અમુક ભ્રષ્ટ તત્વો મહેરબાન થયા છે ત્યારે જ તો આ તેલચોરો પહેલવાન બની ગયા છે. કચ્છમાં હાલના સમયે ખાસ કરીને ગાંધીધામ તાલુકો, ભચાઉ પટ્ટો અને મુંદરા વિસ્તરામાં તેલચોરીના અડ્ડાઓને મંજુરી અપાઈ ગઈ હોવાનુ ચર્ચાય છે. જો આ અંગે ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામા આવે તો અહી વકરી ચૂકેલા તેલચોરીના મોટા નેટવર્કનો ભાંડાફોડ થવા પામી જાય તેમ જાણકારો કહી રહ્યા છે
..............
જો કોઈ એજન્સીએ ત્રાટકવું હોય તો તેલચોરીના અડ્ડાઓના આ રહ્યા નામ-ઠામ..!
• કુખ્યા તેલચોર ભરત ચીરઈ પટ્ટામાં તેલ-કેમીકલના મોટા પોઈન્ટ શરૂ કરી બેઠો છે, કેમ કોઈની રોકટોક નહી? •વોંધ પાસે સાલેમામદ, આશીષ હોટેલની આજુબાજુમાં તેલનો પોઈન્ટ ધમધમાવ્યો! કોની બલિહારી? • વરસાણા પટ્ટામાં લુઈસ કંપનીની આજુબાજુમાં અર્બનનો તેલનો મોટો પોઈન્ટ શરૂ • નંદગામ પાસે ગણેશ પંપની આસપાસના પટ્ટામાં મિતેશનો અડ્ડો બેફામ• અંજારના ભીમાસર ફાટક પાસે સાંકડાના તેલચોરીના અડ્ડાને મોકળુ મેદાન • કાર્ગો પીએસએલની પાછળ પ્રહલાદનો સોયાચોરીનો પોઈન્ટ શરૂ

Comments