Trending News
સ્થાનિક સમાચાર

તિલકના લગ્ન પ્રસંગે શહીદ વીરોના સન્માન

14 November


રંગ છે કનકપરના રંગાણી પરિવારને

કનકપર ગામે રંગાણી પરિવારની અનોખી પહેલ ; મહંત ઉપસ્થિત રહી આશિર્વાદ આપ્યા ઃ લગ્નના ખોટા ખર્ચને તિલાંજલિ આપી દેશ સેવાને અગ્રતા આપી રંગાણી પરિવારે પ્રેરક ઉદાહરણ પુરૂ પાડયું


નખત્રાણા ઃ કચ્છ સંત, સપુત, શહીદ વીરોની પાવનધરા છે અને કચ્છની સંસ્કૃતિ અને સંસ્કારોનો ડંકો વિશ્વમાં વાગી રહ્યો છે. આજના જમાનામાં લગ્ન પ્રસંગમાં લાખો રૂપિયાનો ધુમાડો કરી ખોટાખર્ચ કરીને અમુક તવંગરો પોતાના સંતાનોના ધામધૂમથી લગ્ન ઉજવાઈ રહ્યા છે. મોથાળા નજીક આવેલ કનકપર ગામે સ્વ. કેસરબેન નાનજીભાઈ રંગાણી પરિવારના પૌત્ર તિલકકુમારના લગ્ન પ્રસંગે વિશેષ યાદગાર બનાવવા તથા મા ભોમની રક્ષા કરતા આપણા વીરસપૂતો જેમણે મા - ભોમની રક્ષા કાજે શહીદી વ્હોરી છે. ચાર  પરિવારનો સન્માનનો કાર્યક્રમ આ લગ્ન પ્રસંગમાં ગોઠવાયો હતો, જેમાં શહીદ વીરો મહિપાલસિંહ પ્રવીણસિંહ, રઘુભાઈ રાયાભાઈ બાવળિયા, પંકજસિંહ ધીરૂભા રાઠોડ, કિરણકુમાર ભૂપતભાઈ ચાવડા વીર પરિવારજનોને આ લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહેવા વિશેષ આમંત્રણ આપી મા ભારતીના રક્ષણ કાજે શહીદી વહોરનારના પરિવારજનોનું શાલ, સન્માનપત્ર અને એક- એક લાખનો ચેક રંગાણી પરિવાર તરફથી અપાયો હતો.
આ પ્રસંગે નિષ્કલંકી નારાયણ તિર્થધામ નખત્રાણા મહંત ગાદીપતિ સંત શાંતિપ્રિયદાસજી મહારાજ જેઓ રાષ્ટ્રીય અખિલ ભારતીય સંત સમાજના અધ્યક્ષ છે તેઓ ઉપસ્થિત રહી આશિવર્ચન આપ્યા હતા. રંગાણી પરિવારની દેશ ભાવનાને બિરદાવી અન્ય સમાજને પણ પ્રેરણા લે તેમ કહ્યું હતું. આ રૂડા અવસરે સ્વ. કેસરબેન નાનજી રંગાણી પરિવાર તેમજ કનકપરના પાટીદાર સમાજના કર્ણધારો તેમજ સમસ્ત ગ્રામજનો તથા લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત સગાસબંધિઓએ ઉપસ્થિત રહી આ ઐતિહાસિક અવસરના વધામણા લીધા હતા. લગ્ન પ્રસંગે દેશ ભક્તિના ગીતો વાગી રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં રાષ્ટ્રગીતનું સમૂહગાન થયું હતું. સંચાલન યોગેશ રંગાણીએ કર્યું હતું.

 

Comments

COMMENT / REPLY FROM