Trending News
સ્થાનિક સમાચાર

એશીયા કપ માટે ભારતની અન્ડર ૧૯ની ટીમ જાહેર : ગાંધીધામના હરવંશસિંહની પણ પસંદગી

14 November




ગાંધીધામ : આગામી ૩૦ નવેમ્બરથી ૮ ડિસેમ્બર સુધી યુએઈમાં એશિયા કપ ટુર્નામેન્ટ યોજાઇ રહી છે ત્યારે ભારતની અંડર ૧૯ની ટીમમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ગાંધીધામના હરવંશસિંહ પીગલીયાનો સમાવેશ કર્યો છે. મોહમ્મદ અમીનની કેપ્ટનશિપમાં અંડર ૧૯ એશિયા કપ માટેની ટીમ મ્ઝ્રઝ્રૈંએ ફાઇનલ કરી દીધી છે. જે આ મહિનાની ૩૦ તારીખથી લઈને ૮ ડિસેમ્બર સુધી યુએઈમાં યોજાશે. અંડર ૧૯ એશિયા કપ ટીમમાં મુંબઈનો ઉભરતો બેટ્‌સમેન આયુષ મહાત્રે પણ સામેલ છે. જેને ગત ઓકટોબર મહિનામાં યોજાયેલ રણજી ટ્રોફીમાં મહારાષ્ટ્રની સામે સદી ફટકારી હતી. તદુપરાંત તમિલનાડુના આન્દ્રે સિદ્ધાર્થ અને ઓલરાઉન્ડર કિરણ ચોરમલે પણ આ ટીમમાં સામેલ છે ત્યારે આ ટીમની લીડરશિપ ઉત્તરપ્રદેશના અમન મોહમ્મદ સંભાળશે. જેમણે પુડુચેરીમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી મેચમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું અને ત્રણ મેચની સિરીઝમાં બે હાફ સેન્ચુરી ફટકારી હતી.એશિયા કપ ટુર્નામેન્ટમાં બે ગ્રુપ છે. જેમાં ગ્રુપ છ માં ભારત, પાકિસ્તાન, જાપાન અને યુએઈ અંડર ૧૯ની ટીમનો સમાવેશ થાય છે. તો ગ્રુપ મ્ માં બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અંડર ૧૯ ટીમનો સમાવેશ થાય છે. ભારતની ટીમને અંડર ૧૯ એશિયા કપની સૌથી સ્ટ્રોંગ ટીમ માનવામાં આવે છે. જેણે આજ સુધી ૮ વાર ટુર્નામેન્ટ જીતી છે. જાહેર કરવામાં આવેલી ટીમમાં આયુષ મહાત્રે, વૈભવ સૂર્યવંશી, સી આન્દ્રે સિદ્ધાર્થ, મોહમ્મદ આમન(કેપ્ટન), કિરણ ચોરમલે(વાઇસ કેપ્ટન), પ્રણવ પંત, હરવંશ સિંહ પંગલિયા(વિકેટ કીપર), અનુરાગ કાવડે( વિકેટ કીપર), હાર્દિક રાજ, મોહમ્મદ એનાન, કેપી કાર્તિકેય, સમર્થ નાગરાજ, યુદ્ધજીત ગુહા, ચેતન શર્મા, નિખિલ કુમાર, સાહિલ પારખ, નમન પુષ્પક, અનમોલજીત સિંહ, પ્રણવ રાઘવેન્દ્ર, ડી દિપેશનો સમાવેશ કરવામા આવ્યો છે.

Comments

COMMENT / REPLY FROM