Trending News
સ્થાનિક સમાચાર

સિગારેટ દાણચોરી કાંડમાં કાસેઝના લા-સ્પીરીટ યુનિટ સામે કંડલા કસ્ટમ કમિશ્નરની લાલઆંખ : કરોડોની પેનલ્ટીનો ધુમ્બો

14 November

કેન્દ્રીયમંત્રીના નામે ફાંકા-ફોજદારી કરનારાઓમાં ફફડાટ

કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમાં ગેરકાયદેસર રીતે સિગારેટ લાવી-નિયમો વિરૂદ્ધ એકપાસેર્ટ કરવાનુ નાટક દેખાડી અને આળતીયા-મળતીયાઓ 
સાથે સીગારેટ સ્મગલીંગના પ્રકરણમાં કંડલા કસ્ટમ કમિશ્નરશ્રીએ ધોક્કો પછાડયો : લા સ્પીરીટ લિકર ટ્રેડીગ યુનિટ કાસેઝના માલીક તથા સિગારેટ 
મંગાવી ડયુટીચોરીનો લાભ લેનાર નરેન્દ્રસિંહને કસ્ટમ એકટ ૧૯૬રની વિવિધ કલમો તળે રપ કરોડથી વધુની ફટકારી પેનલ્ટી



ગાંધીધામ :   બે વર્ષ પહેલા કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમાં જે લીકર ટ્રેડીગ યુનિટમાં મિસડીકલેર કરેલી સીગારેટનો તગડો જથ્થો કાસેઝ કસ્ટમે દબોચી લીધો હતો તે યુનિટના માલીક દ્વારા ઉલ્ટા ચોર કોટવાલ કો દાટેના તાલે મારો કોઈ વાળ પણ વાંકો નહી કરી શકે, મારા સબંધો દિલ્હીમાં સીધા વાણિજયમંત્રાલય સાથે રહેલા છેની ફાંકા ફોજદારીઓ કરાઈ હતી  અને મોટો રૂઆબ તે વખતે ઝાડતો હોવાની પણ વાત ચર્ચામાં આવી હતી. પરંતુ કંડલા કસ્ટમ કમિશ્નર શ્રી રામમોહન રાવ દ્વારા આ કેસની જીણવટભરી ઉડી અને તટસ્થ તપાસ ચલાવી અને ગત તા. રપ/૧૦/ર૪ના રોજ આ પ્રકરણમાંધાક બેસાડતી લાલઆંખ જ કરી દીધી હોય તેવી કરોડોની તગડી પેનલ્ટીનો ધુમ્બો લગાડવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. કેસની ટુંકમાં વાત કરીએ તો ક્મ્બોડીયાથી વિદેશી સિગારેટ મંગાવી છે, તે કાસેજમાં લવાઈ રહી હતી અને તેને રી-એકસપોર્ટ કરવાની છે તેવુ દર્શાવી મોટી ડયુટી ચોરી થાય તે પહેલા જ કાસેજના કસ્ટમના જાગૃત અધિકારીએ આ પ્રકરણમાં કાસેઝ સંકુલમાં જ કન્સાઈનમેન્ટ પકડી પાડયુ હતુ. જેની પંચનામા સહિતની કાર્યવાહી કરી અને કસ્ટમે સફળ કેસ નોધી, પ્રતિબંધિત મિસડીકલેર સિગારેટને આ જ લા સ્પીરીટ યુનિટ સંકુલમાં સિજ કરીને રાખી હતી. પરંતુ આ ભેજાબાજ નેટવર્ક ધરાવનારા તત્વોએ કસ્ટમે સિઝ કરેલી સીગારેટમાંથી પણ કરોડની સિગારેટની ચોરી કરાવી લેવાની હિમંત કરી હતી.આ આખાય કેસની ઉંડાણપૂર્વક તપાસ થયા બાદ કંડલા કમસ્ટમ કમિશ્નરે લા-સ્પીરીટ લીકર ટ્રેડીંગ કંપની, તેના માલીક, સિગારેટ મંગાવનાર નરેન્દ્ર  સહિતનાઓ પર મસમોટી તગડી પેનલ્ટીનો ધુમ્બો ફટકારી દીધો હોવાનુ માલુમ પડયું છે. સહેજ વિગતે વાત કરીએ તો  કંડલા કમિશ્નર શ્રી રામ મોહન રાવ દ્વારા આપવામાં આવેલા લેખિત આદેશમાં જીણવટભરી વિગતો આ આખાય પ્રકરણની તપાસવામાં આવી છે. યુનિટધારક, તેને મળેલ એલઓએ અને તેની શરતો, સીગારેટનો જથ્થા મંગાવનાર બેનીફીસરી, યુનિટના ઈન્ચાર્જ જવાબદારો, ટ્રાન્સપોર્ટેશનનું કામ કરનારા સહિતનાઓને આ તપાસ હેઠળ આવરી લેવાયા છે તેમના નિવેદનો લંબાણપૂૃવકની ક્રોસ તપાસો થવા પામી છે અને તે બાદ તગડી પેનલ્ટીનીફટકાર લા સ્પીરીટ લીકર ટ્રેડીગ કંપની તથા નરેન્દ્ર ઝાલાને ફટકારાઈ હોવાનુ સામે આવવા પામી રહ્યું છે. પેનલ્ટીની ફટકાર લગાવતા આદેશમાં કહેવાયુ છે કે, યુનિટ ધારક નરેન્દ્ર ઝાલા સાથે મેળાપીપણા કરી અને મિસડીકલેરેડ મુદામાલ(સિગારેટ) આયાત કરવામાં સંકળાયેલ હોવાનુ ફલિત થાય છે. આ યુનિટ ધારક દ્વારા શ્રીલંકાના કમ્બોડીયાથી સિગારેટ કાસેજમાં મંગાવી અને તે બાદ તેને દુબઈ-યુએઈએ રી એકસપોર્ટ કરવાના કારસાને અંજામ આપવામાં આવી રહ્યો હતો, જયારે કે યુનીટધારક જાણી રહ્યા છે કે, આ સિગારેટ રીએકસપોર્ટ કરી જ નથી શકાતી. આ ઉપરાંત યુનિટ ધારક દ્વારા નરેન્દ્રસિહ જાલાને યુનિટના ઈમેઈલ આઈડીનો ઉપયોગ કરીને બીલ ઓફ એન્ટ્રી નંબર ફાઈલ કરવા અને તેમાં જાણી જોઈને ખોટી માહીતીઓ રજુ કરવી જેથી કરીને સરકારી તિજોરી-ડયુટીની ચોરી કરી શકાય. આ અંગે કંડલા કસ્ટમ કમિશ્નરશ્રી રામમોહન રાવ દ્વારા તા. રપ/૧૦ આસપાસ આપવામાં આવેલા લેખિત ઓર્ડરની વાત કરીએ તો લા-સ્પીરીટ લીકર ટ્રેડીંગ યુનિટમાં મંગાવાયેલી ૪૩,૮૦,૦૦૦ ગોલ્ડ ફલેક બ્રાન્ડની સિગારેટ(જેની કિમંત ૧૦ કરોડ પ૧ લાખ જેટલછી હતી)નો મિસડીકલેર થયેલો જથ્થો ઝડપાયા બાદ તા. ર૮/૧૦/ર૦રરના રોજ પંચનામુ કરી અને સિજ કરવામા આવ્યો હતો જેમાંથી માત્ર ૭ કરોડની જ સિગારેટ બરામદ થવા પામી હતી. એટલે કે, કસ્ટમ દ્વારા સિજ કરાયેલી દાણચોરીયુકત સિગારેટમાં ખાતર પાડી અને અહીથી ૧૧ લાખ ૬૦ હજાર જેટલી સિગારેટ સ્ટીક સગેવગે કરી દેવામા આવી હતી. જે સબબ કસ્ટમ કમિશ્નરશ્રીએ  કસ્ટમ એકટ ૧૯૯૬ની કલમ ૩૦ તથા સેઝ એકટ ર૦૦પ અનુસાર આ યુનિટમાથી ચોરાઈ ગયેલી સિગારેટ ઉપર પાંચ કરોડ ૮ લાખની રીકવરી આ યુનિટથી કરવાનો આદેશ કર્યો હતો. એટલે જ નહી પરંતુ કસ્ટમ એકટ ર૮એ-એ અનુસાર આ ડયુટીની વસુલાત વ્યાજ સાથે કરવાનુ પણ આદેશમાં જણાવાયુ છે.આખાય ઓર્ડરને સંક્ષિપ્તમાં કસ્ટમ કમિશ્નરશ્રીએ વર્ણવીને કહ્યુ છે કે, આ યુનિટના માલીક તથા ગુડઝ મંગાવી તેનો ગેરલાભ લેનાર-ડયુટીચોરી રડી જવા ઈચ્છુક એવા નરેન્દ્રસીહને કસ્ટમની અલગ અલગ જોગવાઈઓ હેઠળ પેનલ્ટીની ફટકાર લગાવવામાં આવી છે. પહેલા યુનિટ માલીક શ્રી મોટનવાલાની વાત કરીએ તો કસ્ટમ એટક ૧૯૬રની કલમ ૧૧ર(એ)(૧)હેઠળ પ૦ લાખ, ૧૧ર(બી)(૧)હેઠળ પ૦ લાખ તથા ૧૧૪(૧)તળે ૧૦ કરોડ પ૧ લાખ તથા  ૧૧૪ એ-એ હેઠળ ૧૦ કરોડ પ૧ લાખ, ર૦ હજારની જયારે એ જ કલમોની જોગવાઈ હેઠળ એટલી જ પેનલ્ટીની ફટકાર નરેન્દ્રસિંહ કે જે આ માલ મંગાવનાર બેનીફીસરી હતા તેમને પણ ફટકારવામા આવી હોવાનુ આદેશમાં ઠેરવાયું છે. કંડલા કસ્ટમ કમિશ્નરશ્રીની આ પ્રકારની લાલઆંખ ભરી કાર્યવાહીથી ડયુટીચોર તત્વોમાં ફફડાટ જ વ્યાપી જવા પામ્યો હોવાનો વર્તારો જેાવાઈ રહ્યો છે.


...........


છે..ને..સત્ય મેવ જયતે : તે વખતે પ્રમાણિક
અધિકારીને ખુબ કનડગતો કરાઈ હતી...!


કેન્દ્રમાં વાણિજય વિભાગના મંત્રી સાથે સંબધોની ફાંકાખોરી કરનારાઓએ કસ્ટમના અધિકારીને ખોટા ચિતરવાનો કર્યો હતો પ્રયાસ : હવે તો લેખિત ઓર્ડરથી જ કરોડોની પેનલ્ટી ફટકારાઈ ગઈ, તો શું હવે પેનલ્ટી ફટકારનારા કમિશ્નર શ્રી પણ પૈસા માટે જ આ યુનિટને હેરાન કરી રહ્યા છે..? હવે કોની પાસે મગરના આંસુ સારવા જશો?- ન તો તે વખતના કસ્ટમના અધિકારી ખોટા હતા કે ન તો હાલના કમિશ્નરશ્રી, ખોટા હતા તો સ્મગલીંગયુકત સીગારેટ લાવનારી દાણચોરી ટોકળી..!



ગાંધીધામ :  આયોજનબદ્ધ રીતે ષડયંત્ર રચી અને સિગારેટ સ્મગલીંગને પાર પાડનારી ટોળકી જયારે કાસેજમાં આ જથ્થો લાવી ત્યારે પ્રથમ ગ્રાક્ષે મક્ષીકાની જેમ જ તેનો આ જથ્થો જાગૃત અને સરકાર હિતે સચોટ કામગીરી કરનાર કસ્ટમના અધિકારીની ટીમે ઝડપી લીધો હતો. આ આખુય પ્રકરણ બહાર ન આવે તે માટે આખીય ગેંગ દ્વારા ઘણા અધમપછાડા કર્યા અને તેમાં આ કન્સાઈનમેન્ટને કાસેજમાં રોકનારા અધીકારીને પણ દિલ્હી સુધી ખોટા ચિતરવાનો પ્રયાસ કર્યો. આ યુનિટના માલિકે દલ્હી જઈને મગર મચ્છના આંસુઓ રોહ્યા અને કહ્યુ કે, જે-તે અધિકારી પૈસા પડાવવા અમને હેરાન કરી રહ્યા છે, અમે પૈસા ન આપ્યા તો અમારો મુદામાલ જડપી લીધો છે, ખરેખર અમે તો દુધના ધોયેલા છીએ..! હવે આ રીતે મગરના આસુ સારનારાઓ જો સાચા જ હતા તો પછી બે વર્ષ સુધી ચાલેલી આ લંબાણપૂર્વકની અતિ ઘનિષ્ઠ તપાસ બાદ કમીશ્નરશ્રીએ આ આખીય ગેંગને પ૦ કરોડથી વધુની ડયુટીચોરીની ફટકાર લગાડી છે તો શુ એ પણ ખેાટી છે? હવે કમિશ્નરશ્રીની પણ આ તત્વો દિલ્હીમાં ફરીયાદ કરશે? કે કમિશ્નરશ્રી અમારાથી પૈસા પડાવવા આવા ઓર્ડરો કરી રહ્યા છે..! ખરેખર તો સત્ય મેવ જયતેની  જ ઉકિત અહી સાચી ઠરતી જોવાઈ રહી છે. ન તો હાલના કમિશ્નરે આ કેસમાં કોઈ સાડાબારી રાખી છે ન તો તે વખતના કસ્ટમના અધિકારીએ સરકાર હિતમા કાર્યવાહી કરવામાં કોઈ કચાશ છોડી હતી. અને એટલે જ તો કરોડોની તગડી પેનલ્ટીની ફટકાર આ યુનિટને લાગી છે.

Comments

COMMENT / REPLY FROM