રાઘવજીભાઈનો કચ્છના પશુપાલકો માટે હિતકારી નીર્ણય
હવે રાજયનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂપીયા ૧૦૦ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે : કચ્છ-સૌરાષ્ટ્રના પ૦ હજારથી વધુ પશુઓને થશે લાભ
રાજય સરકારના રાહતરૂપ નિર્ણયનો લાભ કચ્છના વધુને વધુ પશુપાલકોએ લેવો જોઈએ, આજથી ઓનલાઈન અરજીનું પોર્ટલ થશે શરૂ : ડો. રાજેશ પટેલ(જિલ્લા પશુપાલન અધિકારી-કચ્છ)
ગાંધીધામ : ગુજરાત સરકારે રાજયના પશુપાલકો વીમા કંપનીને રૂપીયા ૧૦૦ ચુકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકે તે ઉદેશ્યથી પશુધન વીમા યોજના અમલમાં મુકી છે. આ યોજના તળે પ્રથમ તબક્કે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના પ૦ હજાર પશુઓને આવરી લેવામા આવનાર છે. આમ રાજયના કૃષીમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા કચ્છના પશુપાલકો માટે વધુ એક હિતકારી નિર્ણય કરવામા આવ્યો છે. આ બાબતે કચ્છ જીલ્લાના પશુપાલન અધિકારી ડો. રાજેશ પટેલને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, રાજય સરકાર દ્વારા આ યોજના જાહેર કરવામ આવી છે. તેનો મહત્તમ લાભ કચ્છ-સૌરાષ્ટ્રને મળવા પામશે. ઉત્તર-મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં પશુઓને વીમા માટે ડેરી ઉદ્યોગ મદદરૂપ થઈ રહ્યા છે જયારે કચ્છ-સૌરાષ્ટ્રમાં પશુપાલકોને વીમા સંદર્ભે ડેરીનો સહયોગ તેટલા પ્રમાણમાં મળતો નથી ત્યારે ગુજરાત સરકાર-કૃષિ વિભાગ દ્વારા અહી પશુઓને વીમા કવચ આપવા સંદર્ભે વિચાર કરવામા આવ્યો છે. આજથી ૧૪મી નવેમ્બરથી આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવા પોર્ટલ એક માસ માટે શરૂ કરવમા આવશે. એક પશુપાલક તેના ત્રણ પશુઓને તેમાં આવરી શકશે. અકસ્માત હોય કે, બીમારીથી કુદરતી
મૃત્યુ થયુ હોય તો પણ પશુને આ યોજના થકી સાંકળી શકાશે. ગુજરાત પશુધન વિકાસ બોર્ડ દ્વારા આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સાથે એમઓયુ કરવામા આવ્યા છે. ડો. પટેલ દ્વરા કહેવાયુ છે કે, કચ્છનો માલધારી-પશુપાલક વધુને વધુ આ યોજનાનો લાભ લે તે પશુઓ અને પશુપાલકોના હિતમાં જ છે.

Comments