ખારેકના સોદામાં માધાપરના ખેડૂત સાથે ૩.૩૦ લાખની ઠગાઈ
સુરતમાં માલ વેંચ્યા બાદ રૂપિયા ન આપ્યા ’
ભુજ : તાલુકાના માધાપર ગામે ખેડૂત સાથે ઠગાઈ થતા ફરિયાદ નોંધાઈ છે. માધાપર નવાવાસના રામવાડીમાં રહેતા કિશોર ખીમજી હિરાણીએ જણાવ્યું કે, તેમની રેલવે ક્રોસિંગની પાછળ પુરાસર રોડ પર શ્રીરામ ફાર્મ નામની વાડી આવેલી છે. આરોપી માધાપર જુનાવાસના મોહમદ સાહિલ ઈશાક ચૌહાણે ફરિયાદી અને તેના ભાઈ વાલજીભાઈ પાસેથી ખારેકની ખરીદી કરી સુરતના બાબુભાઈ ગુલામ હુશેન એન્ડ કંપનીના વેપારીને વેંચી હતી. જોકે, રૂપિયા મળ્યા ન હતા. અવાર-નવાર રૂપિયા માગવા છતા ન મળતા પોતાની સાથે વિશ્વાસઘાત થયાનું જણાઈ આવતા ચાર મહિના બાદ માધાપર પોલીસમાં ફરિયાદ લખાવાઈ છે. આરોપીએ કિશોરભાઈના ૧,૯૪,૬૦૮ તથા વાલજીભાઈના ૧,૩પ,૬૪૧ મળી કુલ ૩,૩૦, ર૪૯ રૂપિયા ન આપી ઠગાઈ કરતા માધાપર પોલીસમાં ગુનો નોંધાયો છે.

Comments