ઝંઝાવાતો સામે ઝઝૂૂમતા બાળકોની તેજસ્વી તારલા બનવાની સફર!
અદાણી જૂથ માટે શિક્ષણ કેન્દ્રિય આધારસ્તંભ
મુંદરા : આજે ૧૪ નવેમ્બર, દેશમાં ચિલ્ડ્રન્સ ડે એટલે કે બાળ દિવસ તરીકે ઉજવાય છે. બાળકો બગીચાની કળીઓ જેવા હોય છે તેમને કાળજીપૂર્વક અને પ્રેમથી ઉછેરવા જોઈએ, કારણ કે તેઓ રાષ્ટ્રનું ભવિષ્ય છે. આજે આપણે એવા તેજસ્વી તારલાઓની સફળ ગાથાઓથી વાકેફ થઈશું જેમણે કપરા સંજોગો સામે જજુમીને જ્વલંત સફળતાઓ હાંસલ કરી છે. એ તારલાઓને શૈક્ષણિક રીતે ઉત્કૃષ્ટ બનાવવા અદાણી જૂથે યોગ્ય પ્લેટફોર્મ પુરું પાડ્યું છે. પાંચ રાજ્યોની છ અદાણી સ્કૂલમાં ૩૩,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને સબસિડી અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવામાં આવે છે. શૈક્ષણિક શ્રેષ્ઠતા અને સામુદાયિક યોગદાનને તે શાળાઓમાં પ્રોત્સાહન આપવામાં આવે છે. સફળ વિદ્યાર્થીઓની આ પ્રેરણાદાયી વાર્તાઓ રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય તરફની યાત્રા છે.જીગર સોમૈયાની વાર્તા પડકારોનો સામનો કરી સફળતાની સડીઓ ચઢવાની જીવંત પ્રેરણા છે. પાંચ વર્ષની કુમળી વયે અનાથ બનેલા જીગરને તેની દાદીમા સિવાય કોઈનો આશ્રય નહતો. શિક્ષણ મેળવવા શાળામાં પ્રવેશ મેળવવો એ પણ એક પડકાર હતો. વળી આર્થિક તંગી તેના નાણાકીય તાણને વધુ ભયાવહ બનાવી રહી હતી. પરંતુ જીગરે અડગ જીગર રાખી અદાણી પબ્લીક સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો અને જીવન બદલાઈ ગયું. શિક્ષકોના ઉત્તમ માર્ગદર્શન અને સખત મહેનતના કારણે તેણે દસમામાં ૯ સીજીપીએ અનેબારમાં ધોરણમાં ૮૩.૨% સાથે ઉત્તમ પરિણામ હાંસલ કર્યુ હતું. આઈટીમાં ઉત્કૃષ્ટ દેખાવ કરતા તેને આઈટી સચિવ અને ટોપરનું પ્રખ્યાત બિરુદ પ્રાપ્ત થયું. તેને વર્ગના બેસ્ટ બોયનો એવોર્ડ પણ એનાયત થયો હતો. અદાણી પબ્લિક સ્કૂલ મુન્દ્રાએ તેના ઉછેરમાં સિંહફાળો આપ્યો. આઈટીમાં કેરિયર બનાવવા ઈચ્છતા જીગરે વધુ અભ્યાસ શરૂ કર્યો અને મુંબઈમાં સોફ્ટવેર ઈજનેરીના ત્રીજા વર્ષમાં જ નોકરી મેળવી લીધી. તેણે ઓસ્ટ્રેલિયામાં કાયમી વસવાટ માટે અરજી કરી હતી. જો કે, તેનું ભાગ્યની કંઈક અલગ જ યોજનાઓ બનાવી રહ્યું હતું. જીગરની કુશળતા અને અનુભવે તેને જર્મન કંપનીમાં જોબ અપાવી. પ્રખ્યાત ઈયુ બ્લુ કાર્ડ દ્વારા તે યુરોપિયન યુનિયનમાં ગમે ત્યાં રહી કામ કરી શકે છે. અદાણી પબ્લીક સ્કૂલના શિક્ષકોની ધીરજ અને સ્વયંની ક્ષમતાઓમાં વિશ્વાસે જીગરને અસામાન્ય સફળતાઓ હાંસલ કરવામાં મદદ કરી.સોવિત કુમાર નાયકની વાત માત્ર ગુગલમાં ડ્રીમ જોબ મેળવવા પૂરતી જ નથી. નાના શહેરમાં રહેતા બાળકોના મોટા સપનાઓની વાર્તા છે, જે ઉત્તમ શિક્ષકો અને ઉત્તમ માર્ગદર્શનથી પૂરી થાય છે. મુંદ્રાની અદાણી પબ્લિક સ્કૂલમાં સોવિતે અભ્યાસ શરૂ કર્યો. ઓલિમ્પિયાડ્સ, સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ્સ, ડિબેટ્સ, ક્વિઝ, ડ્રામા - સોવેતે આ બધું સ્વીકાર્યું. એપીએસના સહાયક શિક્ષકો તેમના ચીયરલીડર્સ હતા, શાળાકીય સ્પર્ધાઓ સાથે તેની વિચક્ષણ દ્રષ્ટિનો વિકાસ થયો.આજે સોવેટ ગુગલમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે ગર્વથી કામ કરી રહ્યો છે. દીપિકા રાયલાની કહાની અડગ નિશ્ચય અને ઉત્તમ શિક્ષણની પરિવર્તનશીલ શક્તિની છે. જ્યારે તેણીએ અદાણી વર્લ્ડ સ્કૂલમાં પગમૂક્યો, ત્યારે તેણી અને તેના નવા સહાધ્યાયીઓ વચ્ચે ભાષાનો અવરોધ ઊભો થયો. તે માત્ર ગુજરાતી જાણતી હતી, તેમ છતાં માત્ર બે જ મહિનામાં અંગ્રેજી બોલતા શીખી શાળાના સમુદાયોમાં પોતાનું સ્થાન મેળવી લીધું. ટૂંક સમયમાં જ દીપિકા ઓલરાઉન્ડર બની ગઈ હતી. અંગ્રેજીમાં ઉત્કૃષ્ટ દેખાવ સાથે તેની કલાત્મકતા ચમકી, તેણીએ આર્ટવર્કમાં આગવી ઓળખ મેળવી. તેની શૈક્ષણિક કુશળતા ઓલિમ્પિયાડ્સની પ્રભાવશાળી સિદ્ધિઓમાં સ્પષ્ટ ઝળકતી હતી, દીપિકાએ તેમાં ૧૫ થી વધુ મેડલ જીત્યા હતા. માછીમાર પરિવારના બુધદેવ મંડલ ધામરાના ડોસીંગા ગામનો રહેવાસી છે. શિક્ષણમાં પહેલેથી જ તેજસ્વી બુદ્ધદેવ એક સમર્પિત અને મહેનતુ વિદ્યાર્થી છે. જો કે, પરિવારની આર્થિક સંકડામણને કારણે ઉચ્ચ શિક્ષણ મેળવવાનું તેનું સ્વપ્ન તેમને દિવાસ્વપ્ન સમાન લાગતું હતું. અદાણી ફાઉન્ડેશનના સંપર્કમાં આવ્યા બાદ તેણે ‘વિદ્યારત્ન શિષ્યવૃત્તિ કાર્યક્રમ’ વિશે જાણ્યું. પોતાની ક્ષમતાઓને સાબિત કરી તેણે શિષ્યવૃત્તિ મેળવી અને ઉત્તમ ગ્રેડ સાથે તેણે હાઈસ્કૂલનું શિક્ષણ પૂર્ણ કર્યું. બુદ્ધદેવનું લક્ષ્ય ગણિતશાસ્ત્રી બનવાનું અને તેમાં સુવર્ણ ચંદ્રક જીતવાનું છે. માછીમાર સમુદાયમાંથી આઈઆઈટીના પ્રતિષ્ઠિત હોલ સુધીની તેની સફર ખરેખર પ્રેરણાદાયી છે. અદાણી જૂથે દેશમાં જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ પૂરું પાડવા અનોખી મુહિમ ઉપાડી છે. ફાઉન્ડેશન દ્વારા કૃષ્ણપટ્ટનમ (આંધ્રપ્રદેશ) અને ધમરા (ઓડિશા)માં ‘વિદ્યારત્ન શિષ્યવૃત્તિ કાર્યક્રમ’ ચલાવવામાં આવે છે. અદાણી વિદ્યામંદિર દ્વારા જરૂરિયાતમંદ બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ પ્રદાન કરવામાં આવે છે. એટલું જ નહીં, યુવાઓને કૌશલ્ય આધારિત શિક્ષણ અને રોજગારી માટે પણ વિવિધ કાર્યક્રમો ચલાવવામાં આવે છે.
-------

Comments