Trending News
સ્થાનિક સમાચાર

પૂૂર્વ કચ્છમાં માર્ગ અકસ્માતમાં બેના મોત

13 November



ગાંધીધામમાં આઈઓસી કંપનીના ગોલાઈ પાસે જયારે ભચાઉમાં વેસ્ટર્ન કોલોની સામે બનાવ બન્યો 


ગાંધીધામ : પૂર્વ કચ્છમાં માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. ગાંધીધામમાં આઈઓસી કંપનીના ગોલાઈ પાસે જયારે ભચાઉમાં વેસ્ટર્ન કોલોની સામે બનાવ બન્યો હતો. આ બાબતે ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાંથી મળેલી વિગતો મુજબ ખારીરોહરના જાવેદ હાજીભાઈ ટાંકે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમના બનેવી ઈમરાન હારૂન જંગીયા બાઈક નં. જી.જે.૧ર ડીસી ૯પ૪૩ લઈને પોતાના ઘરે જતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર ઈજાઓ થવાના કારણે બનેવીનું મોત થયું હતું. જેથી ગુનો દાખલ કરાયો છે. જયારે ભચાઉ ગાંધીધામ હાઈવે રોડ પર વેસ્ટર્ન કોલોની સામે બનાવ બન્યો હતો. ફરિયાદી મુળ રાજસ્થાનના હાલે ચોપડવામાં રહેતા ગણેશભાઈ મીઠાલાલ રંજાણીના જણાવ્યા પ્રમાણે રપ વર્ષિય હરીશચંદ્ર રામજનક કુશ્વાહ બાઈક નં. જી.જે.૧ર.ઈ.આર.૦૪ર૮ લઈને જતો હતો ત્યારે બાઈક સ્લીપ થઈ જતા ગંભીર ઈજાઓ થવાના કારણે મોત થયું હતું. જયારે પાછળ બેઠેલા ફરિયાદીને ઈજાઓ થવા પામી હતી. જેથી ભચાઉ પોલીસમાં ગુનો દાખલ કરાયો છે.

 

Comments

COMMENT / REPLY FROM