Trending News
સ્થાનિક સમાચાર

હુન્નરશાળા ફાઉન્ડેશન સંસ્થાએ સાથી સંસ્થાઓ સાથે અનોખું આયોજન હાથ ધર્યું

12 November


યુવાનોને ભુજ પ્રત્યે સક્રિય નાગરિક બનાવવાની પહેલ



ભુજ : યુવાનો પોતાના શહેર અને શહેરના પર્યાવરણને જાણવા માટે સક્રિયતા દાખવે એવા આશય સાથે ભુજની હુન્નરશાળા ફાઉન્ડેશન સંસ્થાએ સાથી સંસ્થાઓ સાથે મળીને ‘તમારા શહેરને જાણો’ એવાં શીર્ષક સાથે ભુજના નાગરિકો માટે શહેરને ઊંડાણપૂર્વક જાણવા માટેની શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓ આદરી છે. આ પ્રવૃત્તિઓમાં મુખ્યત્વે વિવિધ પ્રકારની ‘સિટી વોક’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને શહેરના યુવાનો સહભાગી થયા હતા.ભુજમાં કરવામાં આવેલી સિટી વોકમાં સૌ પ્રથમ શહેના ઐતિહાસિક સ્થળોની ઓળખ આપતી હેરિટેજ વોક કરાવવામાં આવી હતી, જેમાં ભુજ શહેરની અપ્રતિમ જળવ્યવસ્થા અને શહેરના ૪૫૦ વર્ષ જૂના ઇતિહાસની સાક્ષી જેવા સ્મારકોની ઓળખ કરાવવામાં આવી હતી. આ શ્રેણીમાં ભુજના હમીરસર તળાવમાં પાણી ક્યાંથી આવે છે એ ઉત્તમ જળવ્યવસ્થા બતાવવા યુવાનો અને નાગરિકોને ‘જલગાથા’ નો પ્રવાસ કરાવવામાં આવ્યો હતો. નોંધનીય રીતે દસ આશાસ્પદ યુવા વ્યક્તિઓએ સક્રિય નાગરિકતા તરફની તેમની સફર શરૂ કરી દીધી છે. યુવાનોને તેમની શેરીઓ, પડોશ, વોર્ડ અને શહેર સાથે વધુ સારી રીતે જોડાવવા માટે મુખ્ય યોગદાનકર્તા તરીકે સશક્ત કરવામાં આવ્યા છે.
-----

Comments

COMMENT / REPLY FROM