Trending News
સ્થાનિક સમાચાર

પાવરપટ્ટીના નિરોણામાં પાંચ દિવસીય ગૌ કથાનું આયોજન કરાયું

12 November


મંડપ અને વ્યાસપીઠની સજાવટ પણ ગોબરથી કરાઈ

ભુજ : સમસ્ત સનાતન સમાજ નિરોણાના આયોજનથી ગામના ફુલપીર દાદા મંદિરના પ્રાંગણમાં પાંચ દિવસીય ગૌ કથાનું આયોજન કરવામા આવ્યું હતું. ભુજના ગૌપ્રેમી કથાકાર શાસ્ત્રી જયદીપ વ્યાસ દ્વારા વેદો તથા ધેનુમાનસ જેવા ગ્રંથોનો આધાર લઈને ધાર્મિક ઉપરાંત વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ગૌ મહાત્મ્ય સમજાવીને માત્ર દુધ નહીં પણ તેનાં ઔષધીય મહત્વ સાથે ગોબર અને ગૌ મુત્રથી ઝેર મુક્ત અન્ન ઉત્પાદન કરી ઘર, ગામ અને રાષ્ટ્રના આરોગ્ય તેમજ આર્થિક પાસાને મજબુત કરવા ગૌવંશ કેટલો ઉપયોગી છે તેનું સાવ સરળ શૈલીમાં વર્ણન કરીને ઉપસ્થિત ગ્રામજનોને ભાવવિભોર કર્યા હતા.કથા મંડપ અને વ્યાસપીઠની સજાવટમાં પણ ક્યાંય પ્લાસ્ટિક સહિતની કુત્રિમ અને પર્યાવરણને હાનીકારક વસ્તુઓનો ઉપયોગ ન કરતાં સમગ્ર સુશોભન પણ પ્રસંગને અનુરુપ કંતાન ઉપર ગોબરનું લીંપણ કરીને ગાયના સૂત્રો તથા વિવિધ રેખાચિત્રો અને ભાતીગળ કચ્છી તોરણોથી કરાયેલ હતું. કૃષ્ણ જન્મોત્સવ સાથે મટકી ફોડ અને ગૌપૂજન દ્વારા ગોપાષ્ટમી પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. કથાના માધ્યમે વિશેષ પ્રયોગ તરીકે દરરોજ જુદા જુદા વક્તાઓ દ્વારા આરએસએસના પંચ પરીવર્તનના વિષયોમાં સ્વદેશી, પર્યાવરણ, ગ્રામવિકાસ, સમરસતા, કુટુંબ પ્રબોધન ઉપરાંત સંઘની ગૌ સેવા જેવી ગતિવિધિની પ્રવૃત્તિઓ વિષયે સજ્જન શક્તિને જાગરણ કરવામા આવી હતી. કથામાં એકત્ર થયેલ રૂ. બે લાખથી વધુના દાનને નિરોણા ફુલપીર દાદા ગૌશાળા ટ્રસ્ટમાં અર્પણ કરાયું હતું. પાવરપટ્ટી વિસ્તાર માટે ગૌ કથાનો પ્રથમ પ્રસંગ હોતાં બહોળી સંખ્યામાં મહિલાશક્તિ, અન્ય ગ્રામજનો તેમજ પાવરપટ્ટી વિસ્તારનાં સૌ ગોપ્રેમી જાગૃત નાગરીકોએ લાભ લીધો હતો.
----

Comments

COMMENT / REPLY FROM