Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં સબસીડીવાળા ખાતરના કાળા બજારીયાઓ પર કયા ઝભ્ભા-લેંઘાવાળાઓના ૪ હાથ?

12 November

કચ્છ જિલ્લા કિસાન સંઘની ચુપકીદી વધુ અકળાવનારી..!


પૂર્વ્‌ કચ્છ એસપીશ્રી ધ્યાને ન લે : એલીસીબીને યુરીયા ખાતરની ગેરકાયદેસર હેરફેરની ગંધ આવે છે પરંતુ સ્થાનિક પોલીસને  કેમ તેની બાતમી પણ નથી મળતી? પૂર્વ કચ્છ એસપીશ્રી આ બાબતે ગંભીર તપાસ કરાવે તે જરૂરી : માત્ર વાગડ પંથક જ નહીં પરંતુ જિલ્લા ભરમાં ખાતરની અછત સમસ્યા બની છે. જયાં એકતરફ ખેડૂતોને પુરતું ખાતર મળી રહ્યું નથી. ત્યાં બીજીતરફ ખાતર ગેરકાયદેસર હેરાફેરી પણ ધમધમી રહી છે. અંજાર તાલુકાના લાખાપર ગામે ખેડૂતોએ ખાતર ભરેલા ટેમ્પોને ઝડપી પાડ્યા બાદ આ કિસ્સામાં પોલીસ તપાસ ચાલી રહી છે. તેવામાં એલસીબીએ અંજારમાં નીમકોટેડ યુરિયાની ર૬૪ બોરી ભરેલ ટ્રકને ઝડપી પાડી છે. ખેડૂતોને ખેતી માટે પુરતુ ખાતર મળતું નથી, ત્યાં ખેડૂતો માટેના સબસીડીયુક્ત ખાતર   બારોબાર ઉધોગો પાસે પહોંચી જતા હોવાથી ફરિયાદને આવા કિસ્સાઓથી સમર્થન મળી રહ્યું છે. ખાતરની ગેરકાયદેસર હેરાફેરી કરતા તત્ત્વોમાં કાયદાનો ભય રહ્યો નથી કે, તેમને કાયદાના રક્ષકો અને ભ્રષ્ટ ખાદીધારીઓનો સાથ મળી રહ્યો છે તેવો વેધક સવાલ કિસાનોના મોઢે ચર્ચાઈ રહ્યો છે. 



દિલ્હીની એગ્રીકલ્ચર વિભાગની ટુકડી  ત્રાટકશે તો જ કચ્છમાં સબસીડીવાળા ખાતરના કાળા બજાર પર બ્રેક આવશે : અગાઉ પણ આ ટુકડી ત્રાટકી અને ફફડાટ ફેલાવી દીધો હતો, સ્થાનિકો તો તે વખતે પણ ઉંઘતા જ ઝડપાયા હતા’’



વાગડમાં એક તરફ ખેડુતો સસ્તા-સરકારી  ખાતર માટે તડકામાં કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે અને કાળા બજારીયાઓ આ ખાતરનો લઈ રહ્યા છે બેફામ ગેરલાભ


અગાઉ પણ વાગડથી લઈ અને રાધનપુર સુધીમાં નકલી યુરીયા ખાતરની પ૦૦૦ બેગ્સ પધરાવી દેવાયાના ગંભીર કૌભાંડનો થઈ ચૂકયો છે પર્દાફાશ, પરંતુ આ કારસ્તાનમાં પણ મોટામાથાઓના નામો રહી ગયા છે અકબંધ’

પૂર્વ કચ્છમાં પાછલા ટુંકા સમયમાં સબસીડીવાળા યુરીયા-ડીએપી ખાતરની ગેરકાયદેસર હેરાફેરીના ચોપડા પર ચડી ચુકયા છે કેસો : મુદામાલ પકડી  સમ ખાવા પુરતી કાર્યવાહી કરી લેવાય છે, 

પરંતુ આ સબસીડી વાળુ ખાતર ઓપન બજારમાં આવે છે કયાથી? કેવી રીતે? કોના મારફતે? આવા તમામ મોટા માથાઓ અને નેટવર્ક સુધી તપાસકેમ નથી લંબાતી? 


ગાંધીધામ : નરેન્દ્રભાઈ મોદીની અને ગુજરાતની ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર ખેડુતોના હિતાર્થે અનેકવિધ ભગીરથ પ્રયાસો કરી રહ્યા છે તો બીજીતરફ આ જ સરકારના વિવિધ અમુક ભ્રષ્ટ સરકારી વિભાગો દ્વારા કયાંક મહેકમ ઘટ્ટના કારણો આપીને તો કયાંક વળી અન્ય કોઈક સાચા ખોટા કારણો આગળ ધરીને ખેડુતોના લોહીચુસણા કરનારી સિન્ડીકેટનો ભાગ બની જતા હેાય તેવી ઘટનાઓ કચ્છમાં છાશવારે બનવા પામી રહી છે. કચ્છમાં સબસીડીવાળા સસ્તા અને રાહતદરે ખેડુતોને અપાતા યુરીયા અથવા તો ડીએપી ખાતરના કાળા બજારીયાઓને મોકળુ મેદાન મળી ગયુ હોય તેવી રીતે પાછલા ટુંકા સમયમાં અહી વિવીધ ઘટનાક્રમો સામે આવવા પામી રહ્યા છે. આવા ખાતર તસ્કરો અને હેરફેર કરનાર ટોળકી પર કયા જભ્ભાલેંગાવાળાઓના ચાર હાથ રહેલા છે? ત્યાં સુધી ખરેખર તો તપાસ લંબાવવાની જરૂરીયાત રહેલી છે પરંતુ નામ પુરતી અને મુદામાલ છુટાછવાયા પકડી અને કામગીરી કરી લીધીનો સંતોષનો ઓડકાર કયાંક પોલીસ તો કયાંક ખેતીવાડી વિભાગ ખાઈને બેસી રહેતુ હોવાથી આ સિન્ડીકેટનુ મનોબળ વધુ જોર પકડી જતુ હોવાની સ્થિતી જોવાઈ રહી છે.આ મામલે સહેજ વિગતે ચર્ચા કરીએ તો કેન્દ્ર અને ગુજરાતના કૃષિ વિભાગ દ્વારા ખેડુતોને માટે રાહતરૂપ દરે યુરીયા ખાતર આપવામા આવે છે પરંતુ પાછલા અમુક સમયથી આ યુરીયા ખાતર માટે ખેડુતોને ટળવળવાનો વારો આવી રહ્યો છે જયારે કે યુરીયા ખાતરની કાળા બજારી કરનારાઓને મોકળુુ મેદાન જ મળી જવા પામ્યુ હોય તેવો તાલ સામે આવવા પામી રહ્યો છે. હાલમાં પણ આવા જ યુરીયા ખાતરની કાળાબજારીનો કિસ્સો સામે આવવા પામી રહ્યો છે.ખેડુતો માટે રાહતદરે અપાતા સબસીડીયુકત ખાતરના જથ્થાના ગેરકાયદેસર હેરફેર કાંડને કચ્છમાં ઉપરાછાપરી અંજામ અપાતો હોય તેમ પાછલા થોડા સમયમાં જ ચાર અલગ અલગ કિસ્સાઓ સામેઆવવા પામી ચૂક્યા છે. સબસીડીયુકત ખાતર ઓપન માર્કેટમાં વેચાત હોય તે એક ગંભીર ગુનો જ કહી શકાય તેમ છે. આ પ્રકારના કારનામાઓને અંજામ આપવા કોઈ એકલદોકલ તત્વોનુ કામ નથી તેમાં એક ચોકકસ સિન્ડીકેટ કામ કરતી હશે તેમ કહેવુ પણ વધારેપડતુ નહી કહેવાય. ઉપરાંત સરકારી સબસીડીવાળા ખાતરને પાણીના ભાવમાં ખરીદી લેનારાઓની હિમંત જોતા તેઓની પાછળ ચોકકસથી રાજકીય ઓથ અને છત્રછાયા રહેલી જ હોય માટે આવા કિસ્સાઓમાં ઝભ્ભાલંગાવાળાઓને ખુલ્લા પાડવામાં નહી આવે ત્યા સુધી આવા કારનામાઓ અટકાવવા કપરા જ બની રહેશે. 
ત્યારે બીજીતરફ જાણકારો કહી રહયા છે કે, જો આ યુરીયા ખાતરના કૌભાંડની તપાસ કરવામાં આવશે તો પૂર્વ કચ્છની પ્લાયવુડ ઈન્ડસ્ટ્રીઝમાં આ પ્રકારના સરકારીસબસીડીવાળા ખાતરના ગેરકાયદેસર વપરાશનો મોટો ખુલાસો થવા પામી શકે તેમ છે. કારણ કે, અહીની પ્લાયવુડ ઈન્ડસ્ટ્રીઝ અને તેમા પણ ખાસ કરીને રેઝિન પ્લાન્ટ જે ધરાવી રહ્યા છે તેઓને ગ્લુ બનાવવા માટે ગેરકાયદેસર રીતે ઉપયોગ કરવામા આવતુ હોવાનુ મનાય છે. જાણકારો તો એમ પણ કહી રહયા છે કે, લુણવા, ચોપડવા સહિતના પટ્ટામાં આવેલી કેટલીક પ્લાયવુડની ફેકટરીઓ સુધી આંતરીક રીતે તપાસ ચાલતી રહે છે પરંતુ તેના મુળીયા ઉલેચવાના બદલે બધુ જ ભીનુ સંકેલી લેવામા આવતુ હોવાથી ફરી ફરીને આવા કારસ્તાનોને અંજામ આપવા મનોબળ ઉચકાતા જ રહે છે. જો હાલમાં પણ પોલીસે જે યુરીયા ખાતરનો જથ્થો પકડયો છે તેની ઘનિષ્ઠ તપાસ કરશે તો પ્લાયવુડ ઈન્ડીસ્ટ્રીઝમાં ચાલતાચ આવા મોટા કારસ્તાનો ખુલાસો થવા પામી શકે તેમ જાણકારો કહી રહ્યા છે. અહી ખેતીવાડી વિભાગ તો યુરીયા કે ડીએપી ખાતરની કાળા બજારી પકડી હોય તેવુ ભાગ્યે જ જોવા મળી રહે છે પરંતુ મજાની વાત એ બની રહી છે કે, પોલીસતંત્ર પણ જે સરકારી ખાતર પકડી રહ્યુ છે તેમાં એલીસીબીની ટુકડી જ વધુ પડતી તવાઈ બોલાવી રહી છે તો અહી સ્થાનિક પોલીસને કેમ આવા ગેરકાયદેસર વેપલાની ગંધ નહી આવતી હોય..! પૂર્વ કચ્છ એસપીશ્રીએ આ બાબતે પણ ગંભીરતાથી તપાસ કરાવી જ જોઈએ.

Comments

COMMENT / REPLY FROM