Trending News
સ્થાનિક સમાચાર

ભુજના ધ્રોબાણામાં રેતી ખનન પર ફ્લાઈંગ સ્ક્વોર્ડનો સપાટો 

11 November


પરમીટ વિસ્તારની બહાર સાદી રેતીનું ખનન અને વહન થતા મશીન અને વાહન સિઝ કરાયા 


ભુજ : તાલુકાના ધ્રોબાણા વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોર્ડ દ્વારા હાથ ધરવામાં આવેલી આકસ્મિક તપાસમાં સાદી રેતીની ચોરીનું ખનન સામે આવ્યું હતું. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રવિવારે રજાના દિવસે ભુજ તાલુકાના ધ્રોબાણા ગામે ખાનગી વાહનમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પ્રાથમિક દ્રષ્ટીએ પરમીટ વિસ્તારની બહાર સાદી રેતી ખનીજનું ખનન થતુ હોવાનું તપાસ ટીમને જણાઈ આવ્યું હતું. સાદી રેતી ખનીજનું ખનન અને વહન કરતા એક એક્સકેવેટર મશીન અને એક ટ્રકને સિઝ કરવામાં આવ્યા હતા. તપાસ ટીમ દ્વારા જોવા મળેલ સાદી રેતી ખનીજના ખોદકામવાળા વિસ્તારની માપણી હાથ ધરવામાં આવી હતી. મંજૂરી વિના રેતી ચોરી કરતા તત્ત્વો સામે નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. 

Comments

COMMENT / REPLY FROM