કંડલામાં વાહન હડફેટે યુવાનનું કમકમાટી ભર્યું મોત
ગાંધીધામ : પૂર્વ કચ્છમાં બેફામ દોડતા ભારે વાહનો અવાર-નવાર અકસ્માત સર્જે છે ત્યારે કંડલામાં વધુ એક અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ કંડલામાં આઈઓસી કંપની નજીક અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં કોઈ વાહન ચાલકે બાઈકને ટક્કર મારતા ગંભીર ઈજાઓના કારણે ચાલક યુવાનનું ઘટનાસ્થળે મોત થયું હતું. હતભાગી પાસેથી ઓળખ માટેના કોઈ પુરાવા મળી આવ્યા નથી. અકસ્માત સર્જીને વાહન ચાલક ભાગી ગયો હતો. હાલ ઓળખ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ લખાય છે ત્યારે કંડલા મરીન પોલીસ મથકે કોઈ જાણ થવા પામી ન હતી.

Comments