Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ જિલ્લામાં તલાટી-મંત્રીની ઘટ વચ્ચે બદલીનો તખતો તૈયાર

10 November

ગ્રામ પંચાયતની ચૂંટણીની નોબત વાગી છે ત્યારે 




દિપાવલી પછી ૬૦ જેટલા તલાટી-મંત્રીની બદલી થાય તેવી શક્યતા : જિલ્લામાં ૬૮ તલાટી-મંત્રીની જગ્યા ખાલી : બદલીમાં મનગમતા સેજા મેળવવા જિ.પં.માં દલાલો સક્રિય



ભુજ : આગામી ડિસેમ્બર-જાન્યુઆરી ૨૦૨૫ના સમયગાળા વચ્ચે કચ્છ જિલ્લાની ૧૫૬ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી વાની નોબત વાગી રહી છે તે વચ્ચે જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાના ૬૦ જેટલા અંદાજીત તલાટી-મંત્રીની બદલીના ભણકારા વાગી રહ્યા છે. પંચાયતી સુત્રોના જણાવ્યા મુજબ દિપાવલી પછી ગમે ત્યારે બદલી થઈ શકે છે. તે માટે જિલ્લા પંચાયતમાં દલાલો સક્રિય થયા છે.
સુત્રોના કહેવા મુજબ આગામ સરપંચોની ચૂંટણી થવા જઈ રહી છે. ત્યારે વહીવટદાર તરીકે જે તલાટી નિમ્યા હતા તે છુટા થશે ઉપરાંત જિલ્લામાં મંજૂર થયેલ ૫૩૯ની સામે ૪૭૭ જગ્યા ભરેલી છે. ૬૮ જેટલી ખાલી જગ્યા છે તો અમુક મોટી ગ્રામ પંચાયતમાં મંત્રી અને તલાટીની બન્ને જગ્યા પુરાયેલ છે. જ્યારે અમુક ગામોમાં ખાલી જગ્યા છે. મનગમતા સેજા મેળવવા જિલ્લા પંચાયત કક્ષાએથી અત્યારે જ હિલચાલ તેજ બની છે. અમુક રાજકારણી પણ સક્રિય થયા છે. તેમાં સત્તા પક્ષના અમુક નેતા પોતાના ગામના સેજામાં મનગમતા તલાટી-મંત્રીને બેસાડવા રીંગ નાખી રહ્યા છે તેવી ચર્ચાએ જોર પકડયો હતો. આ કચ્છ જિલ્લાના માધાપરના તલાટીની બદલીના કિસ્સામાં અગાઉ પાંચ દિવસમાં પાંચવાર બદલીનો રેકોડ જિલ્લામાં નોંધાયો છે એવા સંજોગોના ના.જિ.વિ. અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી અને રાજકીય નેતાઓ તલાટીની બદલીમાં બહું ઉંડો રસ લઈ રહ્યા છે. તો વહીવટ કર્તાઓ અગાસીની ઉંચાઈએથી નીચે કોણ શું રમે છે તે સ્પષ્ટ રીતે જોઈ સમજી શકતા હોઈ ક્યાં પણ કાચું ન કપાય અને થુકેલુ ચાટવુ ના પડે કોઈ રાજકારણીનો ઠપકો સાંભળવો ના પડે તે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને બદલીના દૌરમાં આગળ વધી રહ્યા છે. ત્યારે જિલ્લા પંચાયતના ત્રાજવામાં કોનું પલડુ નમશે તે સમય બતાવશે. પણ બદલીની ચર્ચાએ જિલ્લા પંંચાયતની ગેલેરીમાં ગરમાવો લાવી દીધો છે. 
બીજી તરફ જિલ્લામાં ૯૦૦ જેટલા ગામોમાં ૫૩૯ તલાટીઓની જગ્યાઓનું મહેકમ મંજૂર થયો છે. જે પૈકી ૬૮ જગ્યા ખાલી છે. તે ઝડપથી ભરવામાં આવે તો વિકાસના કામોમાં ગતિ આવી શકે. ઇજલ્લામાં ૬૮ તલાટીઓની જગ્યા ખાલી છે તેમાં માંડવીમાં ૧૧, અબડાસામાં ૧૧, રાપરમાં ૧૧, ભુજમાં ૧૦, ભચાઉમાં ૮, નખત્રાણામાં ૭, મુંદરામાં ૪, અંજારમાં ૩, ગાંધીધામમાં ૨નો સમાવેશ થાય છે. તાજેતરમાં તલાટીની ભરતીમાં મોટાભાગની જગ્યા ભરાઈ હતી પરંતુ અમુક તલાટીને નોકરીના ફાવતા તે છુટા થઈ પરત વતનની વાટ પકડી લીધી છે. અમુક નિવૃત થયા છે કુકમા, અંધૌ, રતડિયા, દેવપર, દરશડી, બિદડા, મોટા આસંબિયા, બારોઈ, તુંબડી, રતનાલ, દુધઈ, કરમીયા, જંત્રી, સામખિયાળી, ગઢડા, રામવાવ, ગાગોદર, બેલા, આડેસર, લાખાગઢ, ફતેહગઢ, લોદ્રાણી, આમારા, ટોડીયા, સુથરી, ડુમરા, તેરા, ચીયાસર, વિંઝાણ, બાલાચોડ, અકરી, દયાપર, ભાડરા, નાની છેર સહિતના ગામોમાં તલાટીની જગ્યા ખાલ છે. તેનાથી વહીવટ પર અસર પડે છે તેવું સુત્રોએ કહ્યું હતું. 



 

Comments

COMMENT / REPLY FROM