Trending News
સ્થાનિક સમાચાર

પૂર્વ કચ્છ એસપીશ્રી બાગમારની વધુ એક નવતર પહેલ :  ગંભીર ગુનાઓ આચરનારાઓનું કરાયું ઈન્ટ્રોગેશન

10 November

પોલીસ પ્રજાનો મિત્ર છે : પૂર્વ કચ્છ પોલીસની વધુ એક ડગ





ગંભીર ઈતિહાસ ધરાવતા ગુનેગારોને સમાજના મુળ પ્રવાહમાં પરત લાવવા, ગુનાઓની ગેરકાયદેસર પ્રવૃતીઓ તરફ ફરીથી ન વળવા, જો વળ્યા કે સંગઠીત ગુનાઓ આચર્યા તો ગુજસીટોક જેવા ગંભીર ગુનાઓની જોગવાઈઓ સહિતના મામલે મર્ડર, મર્ડરની કોશીષ, લુંટ-ધાડ સહિતના ગુનામાં સંડાવાયેલા તહોમદારોને એક છત્ર નીચે બોલાવી એસપીશ્રીએ આપી સમજણ


ગાંધીધામ : પોલીસ પ્રજાનો મિત્ર છેની ઉકિતને સાર્થક કરનાર પૂર્વ કચ્છ એસપીશ્રી સાગર બાગમાર દ્વારા જિલ્લામાં ગુનાહિત કૃત્યોને અટકાવવાની દીશામા વધુ એક સુચારૂ નવતર પહેલ સામે આવવા પામી રહી છે. આજ રોજ સવારે ૧૦ કલાકે પોલીસ હેડકવાર્ટર શિણાય ખાતે લુેંટ, ધાડ, ખુનની કોશીષ, ખુન સહિતના આરોપઅીોના ઈન્ટ્રોગેશનનું આયોજન તેઓના જ અધ્યક્ષસ્થાને કરવામા આવ્યુ હતુ. અહી પૂર્વ્‌ કચ્છ એસપીશ્રીએ સંબોધન કરતા કહ્યુ હતુ કે, આજે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા જે લોકો ખુન, ખુનની કોશીષ, ધાડ અથવા તો કેાઈ પણ ભારે ગુના સાથે સંકળાયેલા હોય અને છેલ્લા પાંચ વરસ દરમ્યાન એ બધા એવા જે ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોય તેઓને વિશિષ્ટ પુછતાછ કરવા અને તેમની કામગીરી બાબતે તેઓને બોલાવવામાં આવ્યા હતા. જેમાથી પોલીસ તરફથી સમજણ પણ આપવામાં આવે છે. આ ગુનાથી જે કોઈ પણ સંકળાયેલા છે તેઓ આવી પ્રવૃતીઓ હવે નહી કરે, અને એવી પ્રવૃતીઓ તેમના પરીવાર માટે પણ સારી નથી. એ લોકોને એવી પણ તાકીદ કરવામા આવી કે, વારંવાર તેઓ ગુના કરતા હોય, સંગઠીત ગુના આચરતા હોય તો તેમની સામે પણ કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવશે.અને કોઈ રીપીડેટ ગુનાઓ આચરનારા હશે તો તેમના જામીન રદ કરાવાની પ્રક્રીયા ચાલુ થઈ ગઈ છે અને નામદાર કોર્ટમાથી પણ તેમાથી રીસ્પોન્સ મળવા પામી રહ્યો છે. પોલીસ દ્વારા આવી પ્રક્રીયા બીજા આરોપીઓ સામે પણ ચાલુ કરવામાં આવશે.આજે અહી જિલ્લામાથી જે ક્રાઈમ રેકર્ડ પર ચડેલા છે જેમાં મર્ડર, લુંટ, મર્ડરની કોશીષ હોય, તેવી અલગ અલગ ગુનાહિત ઈતિહાસ સાથે સંકળાયેલા લોકો પોલીસ મથકો તરફથી બોલાવવામા આવેલા છે તેઓ અહી હાજર છે, આ આયોજનનો હેતુ છે કે, જેમ આજના દિવસે અને અલગ અલગ સમયાંતરે સ્થાનિક પોલીસ મથક તરફથી અને જુદી જુદી શાખાઓ તરફથી બધાય પર વોચ રાખવામા આવતી હોય છે, મુખ્ય ઉદેશ્ય છે કે જે લોકો ગંભીર ગુનાના ઈતિહાસ સાથે સંકળાયેલા હોય, તેઓ સમયાંતરે વોચ-ટ્રેકીંગ કરાય છે ત્યારે ફરીથી તેઓ આવા ગુનામાં ન સંકળાયેલ, આવી ગેરકાયદેસર પ્રવૃતીઓ ન થાય, તે માટે પોલીસ તરફથી સુચના આપવામાં આવતી હોય છે. એસપીશ્રીએ બધાયને તાકીદ કરી હતી કે, ફરીથી ગેરકાયદેસર પ્રવૃતીઓમાં ન જોડાવ. કારણ કે આજના સમયકાં કાયદાની જે જોગવાઈઓ છે તેમાં ઘણી બધી વસ્તુઓ એવી છે કે વારંવાર ગુનાઓ કરવામા આવતા હોય તો સરકારશ્રી તરફથી કડક કાયદાઓ છે જે કડકાઈથી અમલી બનાવી શકાય છે. સરકાર તરફથી અપાયેલા કાયદાઓમાં ગુજસીટોક જેવી જોગવાઈ અપાયેલી છે. જેમાં કોઈ ગેંગ હેાય કે જે સંગઠિત રીતે કૃત્યો આચરતા હોય તેમના પર ગુજસીટોકનો કાયદો લાગી શકે છે. એટલે ઉપસ્થિત બધાયને ઈન્ટ્રોગેશનનો જે કાર્યક્રમ રખાયો છે તેમાં આખાય જિલ્લામાંથી લોકો આવેલા છે. જે રીતે અહી બધાનું ચેકીગ થાય અને તે હાલના સમયમાં શુ પ્રવૃતી કરી રહ્યો છે, તેની તપાસ કરવામ આવી છે. ઉપસ્થિતોમાંથી ત્રણથી ચાર લોકોએ પોતાના અનુભવ પણ વર્ણવ્યા હતા. આજ રોજ યોજાયેલા આ કાર્કય્રમમાં પૂર્વ્‌ કચ્છ એસપીશ્રી સાગર બાગમાર, અંજાર ડીવાયએસપીશ્રી મુકેશ ચૌધરી, એલસીબી પીઆઈ શ્રી ચુડાસમા સહિતનાઓ હાજર રહ્યા હતા.


 

Comments

COMMENT / REPLY FROM