Trending News
સ્થાનિક સમાચાર

ભુજ-મુંબઈના વિમાની ભાડામાં ૧૦ હજાર સુધીનો તોતીંગ વધારો

09 November


ધોળાવીરા, રણોત્સવ સહિતના સ્થળો પર પ્રવાસીઓનો સૈલાબ ઉમટી રહ્યો છે તેવા સમયે જ એરલાઈન્સોએ ભાડામાં વધારો કરતા બજેટ ખોરવાયા : સામાન્ય દિવસોમાં લઘુતમ ભાડું અને જયારે પ્રવાહ હોય ત્યારે મહત્તમ ભાડું વધારી દેવાતા લોકોમાં કચવાટઃ ટ્રેન અને બસની જેમ વિમાની ભાડા અંકુશમાં રહેવા જોઈએ તેવો પ્રવાસીઓનો મત

ભુજ : ભુજથી મુંબઈની હવાઈ યાત્રા માટે પ્રતિદિન ફલાઈટની સેવા તો શરૂ કરાઈ પરંતુ તહેવાર અને રજાઓના દિવસોમાં મનમાની મુજબ ભાવ વધારાથી કચ્છના મુસાફર લૂંટાય છે. હાલના દિવસોમાં મુંબઈ માટેની ફલાઈટના ભાડામાં ર૦૦ ટકા જેટલો વધારો થયો છે. 
આ બાબતે કચ્છના વિમાન મુસાફરીના એજન્ટ નીલયભાઈ જોષીએ જણાવ્યું હતું કે,  હાલ ભુજથી મુંબઈ એર ઈન્ડિયા અને એલાયન્સ એરની સવારે દૈનિક ફલાઈટોે છે. સામાન્ય રીતે પપ૦૦ની આસપાસ ભાડા રહેતા હોય છે, પરંતુ હાલ આગામી ર૦ તારીખ સુધી ફલાઈટની એક ટિકીટના ભાવ ૧ર૦૦૦ થી ૧પ૦૦૦ થઈ ગયા છે. માસના પૂર્ણ અને ડિસેમ્બરની શરૂઆતના ભાવ પણ ઉંચા જઈ રહ્યા છે. કંડલા - મુંબઈ ફલાઈટમાં પણ ભાવ વધારો વર્તાઈ રહ્યો છે. કંડલા - મુંબઈ વચ્ચે પણ એક ટિકીટના ભાવ ૧ર૦૦૦ સુધી પહોંચી જાય છે. પ્રવાસીઓએ જણાવ્યું હતું કે, ભુજ - મુંબઈ માટે બન્ને ફલાઈટમાં પુરતો ટ્રાફીક હોવા છતાં રજાઓના દિવસોમાં જ બેફામ ભાડા વધારા કરવામાં આવે છે. અવારનવાર કચ્છના મુસાફરોને એરલાઈન્સના મનગમતા નિર્ણયોથી ભાવ વધારાનો ભોગ બનવું પડે છે. આ બાબતે સરકારે કંપનીઓ સાથે વાતચીત કરી ભાવ મર્યાદા જળવાય તેવા પ્રયાસો કરવા જોઈએ.


.................


કેન્યામાં કચ્છ-ગુજરાતની મોટી વસ્તી પરંતુ દિલ્હીથી ફલાઈટ પકડવી પડે

અમદાવાદ - મુંબઈથી કેન્યા તરફ જવા કોઈ ખાસ સુવિધા નથી, જેના કારણે ઈચ્છુક પ્રવાસીઓને દિલ્હીથી કેન્યા જવું પડે છે. કેન્યા જવા અમદાવાદથી ફલાઈટની વ્યવસ્થા થાય તો કચ્છીઓ સાથે ગુજરાતીઓને ખુબ સુવિધાજનક રહે. દિલ્હીની ફલાઈટ માટે કચ્છથી અમદાવાદ જવું પડે અને અમદાવાદથી દિલ્હી ગયા બાદ ફલાઈટ પકડવી પડે છે. બેફામ ભાડા વધારા પર અંકુશ લાવવો જોઈએ.

Comments

COMMENT / REPLY FROM