Trending News
ક્રાઈમ

જદુપર ભંગેરામાં માથામાં પથ્થર મારી યુવાનને મોતને ઘાટ ઉતારાયો 

09 November

ચાલુ મહિનામાં હત્યાનો ત્રીજો બનાવ 




ગઈકાલે રાત્રે બન્યો બનાવ : આડેસર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ 



ગાંધીધામ : જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાતી હોય તેમ ચાલુ મહિનાના ૯ દિવસોમાં હત્યાનો ત્રીજો બનાવ સામે આવ્યો છે. દિવાળીના દિવસોમાં પૈસાની ઉઘરાણી મુદ્દે આદિપુરના શખ્સોએ મોટી ભુજપુરમાં યુવાનને મોતને ઘાટ ઉતાર્યો હતો. રજાઓ દરમિયાન ગાંધીધામ જીઆઈડીસીમાં ચોરી કરવાના ઈરાદે ગયેલા યુવાનને ઢોર માર મરાતા મોત થયું હતું. એ પૂર્વે રમત ગમત સંકુલમાં દેશલપરના યુવાનને માર મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. એ વચ્ચે વાગડ વિસ્તારમાં ખૂની બનાવ સામે આવ્ય છે. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ રાપર તાલુકાના જદુપર ભંગેરામાં ગઈકાલે રાત્રે આ બનાવ બન્યો હતો. કોઈ અજાણ્યા ઈસમો દ્વારા યુવાનને માથામાં પથ્થર મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. ગામના સિમાડે લોહી નીકળતી હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવને પગલે આડેસર પીઆઈ જયરાજસિંહ વાળા સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૩૦થી ૩પ વર્ષના પ્રવિણભાઈ જાદવ નામના યુવાનની હત્યા કરવામાં આવી છે. ગઈકાલે રાત્રે માથાના ભાગે પથ્થર મારી યુવાનનો ઢીમ ઢાળી દેવાયું હતું. પોલીસે હતભાગીના પરિવારનો પત્તો મેળવી મૂળ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીને શોધવા અને ઘટનાનું કારણ જાણવા માટે અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવી છે. 

Comments

COMMENT / REPLY FROM