Trending News
સ્થાનિક સમાચાર

વરસામેડીમાં કિશોરીએ હાથની નસ કાપી આપઘાત કર્યો 

09 November

સોમાણીવાંઢમાં ઘોડિયામાં સૂતેલા અઢી વર્ષના બાળકનું શંકાસ્પદ મોત 



ઘરે જમવા બાબતે ઠપકો આપતા આત્મઘાતી પગલું ભર્યું 



ગાંધીધામ : પૂર્વ કચ્છમાં મોતના બે બનાવો સામે આવ્યા છે. જેમાં વરસામેડીમાં કિશોરીએ આપઘાત કર્યો હતો, જ્યારે રાપરના સોમાણીવાંઢમાં ઘોડિયામાં સૂતેલા અઢી વર્ષના બાળકનું શંકાસ્પદ મોત થયું હતું. આ બાબતે અંજાર પોલીસમાંથી મળતી વિગતો મુજબ વરસામેડી ગામે કાવ્યા રેસિડેન્સીમં આ બનાવ બન્યો હતો. હતભાગી ૧૭ વર્ષિય સુમન અશોક વાણિયાએ પોતાના ઘરે પોતાની જાતે હાથની નસ કાપી આપઘાત કર્યો હતો. પોલીસ સ્ટેશનેથી મળેલી વિગતો મુજબ ગઈકાલે સાંજે સાડા છ વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. ભોગ બનનાર સુમનને ઘરે જમવા બાબતે ઠપકો આપતા તેણે ઉસ્કેરાઈને આ પગલું ભરી લીધું હતું. દેહને રામબાગ હોસ્પિટલમાં પીએમ માટે લઈ જવાયો હતો. અંજાર પોલીસે એડી દાખલ કરી તપાસ હાથ ધરી છે. દરમિયાન રાપર તાલુકાના સોમાણીવાંઢમાં અઢી વર્ષના બાળકનું શંકાસ્પદ મોત થયું હતું. મોહિક ભરતભાઈ કોલી નામનું બાળક ઘોડિયામાં સુતો હતો અને સવારે 
મૃત હાલતમાં જોવા મળ્યો હતો. બનાવ અંગે પલાંસવા સીએચસીમાં પીએમ કર્યા બાદ ગાગોદર પોલીસે એડી દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

 

Comments

COMMENT / REPLY FROM