ઢોરી ગામે જુગાર રમતી બે મહિલા સહિત ૬ ઝડપાયા
ભુજ : તાલુકાના ઢોરી ગામે સીમ વિસ્તારમાં ખેતરના સેઢા પર જુગાર રમતા ખેલીઓને એલસીબીએ ઝડપી લીધા હતા. એલસીબીને બાતમી મળી હતી કે, ઢોરી ગામે રહેતા મોહન પાંચા ચાડ બહારથી ખેલીઓ બોલાવી જુગાર રમાડે છે. તે બાતમીના આધારે દરોડો પાડતા મોહન ઉર્ફે મનજી પાંચા ચાડ, સવાભાઈ સુરાભાઈ મકવાણા, દિનેશ રમેશ ડાંગર, પ્રેમજી લખુ મહેશ્વરી, કુલસુમબેન કાસમ સાલેમામદ છરેચા અને સુંદરબા પથુભા વંકાજી સોઢા ઝડપાયા હતા. રોકડા રૂપિયા ૭૩,૯૦૦ અને ર૧ હજારના ૬ મોબાઈલ કબ્જેે કરી માધાપર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવાયો હતો.

Comments