વડોદરાના શખ્સે બાઈકના સોદામાં નલિયાના વેપારી સાથે ઠગાઈ કરી
એક્ટિવા અને બૂલેટ ખરીદવા માટે ૬૦ હજારનું ટોકન આપ્યું બાદમાં આરોપી ગૂમ
ભુજ : અબડાસા તાલુકાના નલિયા ખાતે ઓઢેજા ફળિયામાં રહેતા વેપારી યુવાનનું વડોદરાના શખ્સ સાથે સંપર્ક થયા બાદ સામાવાળાએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ પોતાને એક્ટીવા અને બૂલેટ વેચવાની છે, જેથી વોટસેએપમાં ફોટા મોકલાવી એકટીવા નંબર જી.જે. ૧૦ ડીપી ૬૯૯ર તથા બૂલેટનો ર લાખમાં સોદો કર્યો હતો. ઓનલાઈન ૬૦ હજાર મોકલ્યા હતા. બાકીના રૂપિયા વાહનની ડીલીવરી વખતે આપવાનું નક્કી થયું પરંતુ આરોપી વડોદરાના સિનોરમાં રહેતા પરવેજ અયુબ નકુમે વાહનની ડીલીવરી ન આપી ઠગાઈ કરતાં અસગરઅલી સૈયદે આરોપી સામે નલિયા પોલીસમાં ઠગાઈનો ગુનો દાખલ કરાવ્યો હતો.

Comments