જીલ્લા કક્ષાએ પીસી પીએનડીટી એડવાઇઝરી કમિટીની બેઠક મળી
પીસી પીએનડીટી ચેરપર્સનશ્રી શ્રીમતિ રેખાબેન દવે ના અધ્યક્ષ સ્થાને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીની ચેમ્બરમાં યોજવામાં આવેલ. આ મીટીંગમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.આર.આર.ફુલમાલી, જીલ્લા કવોલીટી મેડીકલ ઓફીસર ડો.અમીન અરોરા, ગેઈમ્સ જી.કે.જનરલ હોસ્પીટલના ના ગાયનોકોલોજીસ્ટ ડો.અશરફ મેમણ પીડીયાટ્રીશીયન શ્રી ડો. મીત કણસાગરા, નાયબ માહિતી નિયામકશ્રી માહિતી ખાતા વતી જીજ્ઞાબેન વરસાણી, તેમજ ઈ.ચા. જીલ્લા આઈ.ઈ.સી. ઓફીસરશ્રી વી.ડી.ઠકકર, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ભુજ, અંજાર, ભચાઉ,અબડાસા, મુન્દ્રા તેમજ તેમજ જીલ્લા પંચાયતના અન્ય પીસી પીએનડીટી સ્ટાફ આ
મીટીંગમાં હાજર રહેલ હતા. મીટીંગની શરુઆત એપ્રોપ્રિએટ ઓથોરીટી અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ આ મીટીંગમાં પધારે સૌને આવકાર આપી ગત મીટીંગના મુદાઓની વાંચનની શરુઆત કરી તેમજ આજની મીટીંગમાં નવા રજીસ્ટ્રેશન માટે આવેલ અરજી જેમા (૧) ઈગલ વેટરનરી સર્વિસ ભુજ અને (ર) કેસી હોસ્પીટલ ભુજ ને નવા તરીકે માન્યતા આપવામાં આવી. તેમજ રીન્યુઅલ રજીસ્ટ્રેશન તરીકે આવેલ અરજી પૈકી (૧) એઈમ્સ હોસ્પીટલ માંડવી (૨) શ્રી હરિ વુમન્સ હોસ્પિટલ ગાંધીધામ (૩) સ્કૂલિંગ હોસ્પીટલ ગાંધીધામ (૪) પાટણ સીટી હોસ્પીટલ રાપર ઉપર આવેલ અરજીઓમાં રીન્યુઅલ રજીસ્ટ્રેશન ની જે તારીખે પુર્ણ થાય તે પહેલા તાલુકા આરોગ્ય અધિકારીશ્રીનો અભિપ્રાય આવ્યા બાદ માન્યતા આપવી એવું ઠરાવવામાં આવ્યું. તેમજ આ મીટીંગમાં બેટી વધાવો અંતર્ગત જનજાગૃતિ પ્રચાર-પ્રસાર આઈઈસી કરવી તે તાલુકા આરોગ્ય અધિકારીશ્રીને સુચન આપવામાં આવેલ ત્યાર બાદ અન્ય મુદા ન રહેતા મીટીંગ પુર્ણ જાહેર કરવામાં આવી.

Comments