Trending News
સ્થાનિક સમાચાર

ધર્મદ્રષ્ટિ, આરોગ્ય દ્રષ્ટિ અને અર્થ દ્રષ્ટિ એમ ત્રણેય ક્ષેત્રે સરહદ ડેરી અગ્રેસર :- પ.પૂ. ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા

07 November

       હાલ માં ચાંદરાણી ખાતે સમૂહ ભાગવત કથા સમિતિ દ્વારા આયોજીત શ્રી કૃષ્ણ ગૌ સેવા મંડળ ના લાભાર્થે ૧૦૮ પોથી સમૂહ શ્રીમદ ભાગવત કથા ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા ભાવિકો ને શ્રવણ કરવામાં આવી રહી છે. લાભ પાંચમ ના શુભ દિવસે પ.પૂ. ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સરહદ ડેરી ના ચાંદરાણી સ્થિત દૂધ પ્રોસેસિંગ અને આઇસ્ક્રીમ પ્લાન્ટ ની મુલાકાત લેવામાં આવી. શરૂઆત માં દીકરીઓ દ્વારા તેમનું તિલક કરીને તથા અમૂલ ફેડરેશન ના વાઇસ ચેરમેનશ્રી તથા સરહદ ડેરી ના ચેરમેનશ્રી દ્વારા બુકે આપીને તથા હાર પહેરાવીને કોર્પોરેટ ઓફિસ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાદ બાદ ચાંદી ની ગાય સપ્રેમ ભેટ આપવામાં આવી હતી. સરહદ ડેરી ના ડાયરેક્ટર મયુરભાઈ મોતા દ્વારા મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સમૂહ ભાગવત કથા સમિતિ ના પ્રમુખ તથા અગ્રણી ઉદ્યોગપતિ  અરજણભાઈ કાનગડ નું સાલ ઓઢાડીને તથા કથા ના આયોજક અર્જુન નારણભાઈ બકુત્રા નું દૂધ સંઘ ના જનરલ મેનેજરશ્રી નિરવ ગુસાઈ દ્વારા સન્માન કરવામાં આવેલ.
       વલમજીભાઈ હુંબલ અને ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા એ દિવાળી તેમજ નવા વર્ષ ની શુભેચ્છાઓ ની આપ-લે કરી હતી.
       ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સરહદ ડેરી ની ડોક્યુમેન્ટરી મૂવી નિહાળેલ અને તમામ ને આશીર્વચન આપવામાં આવેલ. તેમણે જણાવેલ કે તમામ પ્રજા ગૌવ્રતી બને જેથી દરેક જગ્યા એ ગાય ની દૂધ, ગૌમૂત્ર, ગૌ ગોબર ની માગ વધશે અને ગાયો કતલખાને જતી બંધ થશે અને ગૌ હત્યા અટકશે. દરેક ઘર પરિવાર એક ગાય નું પાલન પોષણ કરે તથા શહેર ના લોકો શહેર થી દૂર સહભાગીદારી થી ગાયો રાખે તથા તેનું જતન કરે અને સંવર્ધન પણ કરે. ગાયો ભૂખી ન મરે તે માટે જનજાગૃતિ લાવવા પર ભાર મુકેલ. ગુજરાત રાજ્ય ના માન. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત જી દ્વારા પ્રાકૃતિક ખેતી ના ચાલતા અભિયાન ને પણ સમર્થન આપેલ . ગાય ન રાષ્ટ્રીય પશુ જાહેર કરવા માટે સૌને સમર્થન આપવા માટે આહ્વાન કરેલ.
       અરજણભાઈ કાનગડ દ્વારા જણાવેલ કે ઇલેક્ટ્રીક ગ્રીડ ની જેમ દૂધ ની પણ નેશનલ લેવલે ગ્રીડ બને તેવી રજૂઆત કરેલ.
       ત્યાર બાદ સરહદ ડેરી ના દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ ની સૌ એ મુલાકાત લીધી હતી અને અંત માં સરહદ ડેરી ના પ્રાંગણ માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં ભાગવતાચાર્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા એ “શ્રી હરિ” નામ નો વડ રોપ્યો હતો.
       વલમજીભાઈ હુંબલે સરહદ ડેરી શરૂ કરતી વખતે પડેલ મુશ્કેલીઓ, ૧૫ વર્ષ માં ડેરી ની વિકાસગાથા તથા ડેરી દ્વારા હાલ માં કરવામાં આવતી તમામ પ્રવૃતિઓ જેમ કે સોલાર સંચાલિત ડેરી પ્લાન્ટ, ભારત દેશ નો સૌપ્રથમ ઊંટડી ના દૂધ નો પ્લાન્ટ વગેરે વિષે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ને માહિતગાર કર્યા હતા. જેનાથી અભિભૂત થઈને ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા એ વલમજીભાઈ ને બિરદાવ્યા હતા તથા તેમની સૂઝ બૂઝ ને કારણે સમગ્ર ભારત દેશ ના સૌથી મોટા કચ્છ જીલ્લા માં આવડું મોટું સુવ્યવસ્થિત ડેરી નું માળખું ઊભું કરીને ધર્મદ્રષ્ટિ, આરોગ્ય દ્રષ્ટિ અને અર્થદ્રષ્ટિ એમ ત્રણેય ક્ષેત્રે સરહદ ડેરી ને અગ્રેસર બનાવી છે.
       આ મુલાકાત દરમિયાન અંજાર APMC ડાયરેક્ટર અનિલભાઈ હુંબલ, ચાંદરાણી ગામ ના માજી સરપંચ ધનજીભાઈ હુંબલ, સામાજીક આગેવાનો, સરહદ ડેરી ના અધિકારીઓ અને કર્મચારીઓ વગેરે જોડાયા હતા. વલમજીભાઈ હુંબલ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભાગવતાચાર્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ની મુલાકાત થી સરહદ ડેરી નું વાતાવરણ આદ્યાત્મિક બની ગયું હતું.
 

Comments

COMMENT / REPLY FROM