Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં ખેતીની જમીનોમાં વિન્ડ સોલાર યોજના સ્થગિત કરાવો 

07 November



પર્યાવરણ, જીવસૃષ્ટિને થતા વ્યાપક નુકસાનને ટાળવા કચ્છ કન્ઝર્વેશન દ્વારા મંજૂરી પ્રક્રિયા અટકાવવા કરી રજૂઆત 


ભુજ : કચ્છ જિલ્લો એ ભારતનો ૮ દા.ત અસમ. મોઝોરમ, ત્રિપુરા, સિક્કીમ, ગોવા, મણીપુર, મેઘાલય, કેરલ રાજ્યો કરતા ક્ષેત્રફળની દૃષ્ટીએ મોટો છે. જિલ્લાનું કુલ ક્ષેત્રફળ ૪પ૬૯૪ ચો.મી. છે. 
કચ્છ જીલ્લામાં ખેતી લાયક જમીનમાં પવનચક્કી સોલાર યોજના સ્થાપવામાં આવે તો તે પવનચક્કી સોલાર થકી નજીકનાં વિસ્તારમાં ખેતી પડી ભાંગે છે. પવનચક્કીના ફાઉન્ડેશનમાં અર્થિંગ માટે નખાતા મીઠા અને કોલસા થકી ભૂગર્ભ જળ ખારા થાય છે. જેના કારણે આજુબાજુનાં વિસ્તારમાં મીઠા પાણીનાં સ્ત્રોત ખારા બને છે. જેના કારણે ભૂગર્ભ જળને ભારે નુકશાન થવા સાથે સ્થાનિક ખેતી પડી ભાંગે છે. સરકારશ્રી દ્વારા અન્ય ઉદ્યોગો માટે ભૂગર્ભજળને દુષિત ન કરવા કાયદાઓ બનાવેલ છે ત્યારે પવનચક્કી દ્વારા દુષિત થતા ભૂગર્ભ જળને અભ્યાસ થતા નુકસાનોની સરકાશ્રીને અભ્યાસ કરાવો જોઈએ અને પવનચક્કી માટે પણ ગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટ ઓર્થોરીટી અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પરવાનગી ફરજીયાત બનાવી જોઈએ જે એકાદ હેક્ટરની ખનીજ લીઝ માટે પર્યાવરણીય સુનાવણી બાદ પર્યાવરણ મંજુરી અપાય છે તેવી પ્રક્રિયા ફરજીયાત બનાવવી જોઈએ. જેથી પવનચક્કી દ્વારા અવાજ પ્રદુષણ, સ્થાનિકે થતું કંપન ભૂગર્ભ જળ દુષિત થવુંનાં વિસ્તારમાં ખેતી અને સ્થાનિક પર્યાવરણ તથા પણ પછી પ્રજાતિને થનારા અસરો જાણી શકાય જેથી પવન ચક્કી દ્વારા ધનાર તમામ સંભવિત નુકશાનની અસરો અંગે લોકો જાણી શકે તથા સરકારશ્રી દ્વારા પવનચક્કીથી થનાર સંભવિત ખરાબ અસરોને ટાળવા પગલા લઇ લેવડાવી શકે તેવું કચ્છ કન્ઝર્વેશન ફાઉન્ડશેનના પી.સી.ગઢવીએ જણાવ્યું હતું.
એક પવનચક્કી બનાવાથી એક ખેડૂતની અથવા સરકારી માલિકીની અંદાજીત બે હેક્ટર જેટલી જમીનનો વપરાશ થાય છે ત્યારે જીલ્લામાં ખેતી લાયક જમીનના વિસ્તારમાં ભારે ઘટાડો થઇ રહ્યો છે ત્યારે પવનચક્કીઓને આવી જ રીતે ફળદ્રુપ જમીનમાં પવનચકીઓ લગાવવામાં મંજુરી આપશે તો પૈસાની લાલચમાં જમીન વેચનારા કેટલાય ખેડૂતો બિનખેડૂત બની જશે. જો સરકારી જમીનમાં સોલાર / વિન્ડ મંજુરી અપાય તો ભવિષ્યમાં ગામમાં પશુધનનું પ્રમાણ વધે તો તેમના માટે ગૌચર વસ્તીનું પ્રમાણ વધે તો પ્રજા માટે ઉડાફા ગામતળ માટે જમીન બચશે નહીં  તેમજ આ વિસ્તારમાં ઊગેલ પાસ અને વન્ય સંપદાને ભારે નુકશાન થશે.
સોલાર પવનચક્કી બન્યા બાદ તેનું વીજ ઉત્પાદન ફીડર પહોંચાડવા લાંબી લઈ નાખવામાં આવે છે તયાર બાદ ફીડરથી ગ્રીડ સુધી વીજળી પહોંચાડવા હેવી વીજલાઈનો નમખાય છે ત્યારે આ વીજલઈને ન થાંભલા નાખવા અને તેને સંલગ્ન રસ્તો બનાવવા માટે પણ પણી બધી જમીનનો પણ વપરાશ થાય છે. ભૂકંપનાં ખોટા આંચકાઓથી પવનચકીઓ ધ્વસ્ત થવાના કિસ્સાઓમાં ભવિષ્યમાં મોટું જોખમ સર્જાઈ શકે છે. કચ્છ જીલ્લામાં રહેણાક મકાન અને ઔદ્યોગિક બાંધકામ માટે અમુક મીટરની ઊંચાઈને મર્યાદા નક્કી કરવામાં આવી છે ત્યારે આ નિયમ સોલાર યોજનાને પણ લાગુ પડવું જોઈએ તેવું તેમણે જણાવ્યું હતું. કચ્છ જીલ્લાના વિવિધ ગામોમાં ફળદ્રુપ જમીનમાં સોલાર પેનલના નાના-મોટા પ્રોજેક્ટો સરકાર મંજુરી આપવા જઈ રહી છે ત્યારે સરકારે કચ્છ જીલ્લા નાના અને મોટા રણ વિસ્તારની ફાજલ જમીન આડેસરથી સુરજબારી માળીયા સુધી આવેલ હંસસ્થલ ક્રિક એરિયા નજીક આવેલ ખુલ્લી જમીન તથા નાના રણથી કોટેશ્વર સુધી આવેલ રણ અને ક્રિક વિસ્તારની અન્સર્વેડ જમીનમાં સોલાર પ્રોજેક્ટ લગાવવા જોઈએ. કારણ કે આ તમામ વિસ્તારો પૈકી નાના રણની જમીનમાં ૩૫૦૦ એ.કી.મી જમીનમાં અનધિકૃ મીઠા સોલ્ટ દબાણ થયેલ છે ત્યારે તે જમીનનો વપરાશ કરવામાં આવે તો સાચો ઉપયોગ કર્યાનું માની શકાય એટલે ફળદ્રુપ જમીનમાં સોલાર પ્રોજેક્ટની મંજુરી ન આપવી જોઈએ. કચ્છ જીલ્લામાં છેલ્લ્લ ૫ વર્ષમાં મોર મૃત્યું બનાવ વિન્ડ સોલાર થાકી જે થયા છે તે સમગ્ર દેશને હચમચાવી નાખે તેમ છે. રાષ્ટ્રીય પક્ષીનું મૃત્યુ સરકાર વનતંત્ર રોકી શકતું નથી. સોલાર પ્રોજેક્ ની મોટી લાઈનો મોર મૃત્યુ અને કુંહ પક્ષીના મૃત્યુ કરી કચ્છ જીલ્લાનો પ્રકૃતિને મોટુ નુકશાન કર્યું છે. જેમ ગીધ પક્ષી મુક્ત કચ્છ થયું છે તેની અસરો કચ્છમાં થઇ છે તે મુજબ સોલાર વિન્ડ કચ્છની ફળદ્રુપ જમીનોમાં રોકી કરાર વેંચાણ એગ્રીમેન્ટ કરનાર હજારો કંપનીને રસ્ટે આપી સરકારી રણ વિસ્તાર સિવાય મનાઈ કરવી જોઈએ. કચ્છ જીલ્લામાં વિન્ડ અને સોલાર પ્રોજેક્ટોને મંજુરી ન આપવી જોઈએ આવા પ્રોજેકટો થવાથી સ્થાનિક ખેડૂતો બિનખેડૂત બનશે. બેરોજગારીનો પ્રમાણ વધશે. ખેતીની જમીનમાં ઘટાડો થવાથી ખેતીને લગતા ખેત પેદાશોવાળા માર્કેટ યાર્ડ, ખેત ઓજારો, ટ્રેક્ટર વગેરે, દવા બિયારણ, ખાતર જેવા અન્ય ઉત્પાદકોને પણ માઠી અસર થશે ત્યારે માત્ર ૧૬ કરતા ઓછી રોજગારી આપનાર વિન્ડ અને સોલાર પ્રોજેક્ટને પ્રજા પર્યાવરણ, પશુ-પક્ષી પ્રકૃતિનાં હિતાર્થે મંજુરી ન આપવી જોઈએ અને આ અંગે કાયમી ધોરણે મનાઈ થવી જોઈએ તેવી માંગ તેમણે કરી હતી. 

 

Comments

COMMENT / REPLY FROM