Trending News
સ્થાનિક સમાચાર

સુરેન્દ્રનગરમાં બુટલેગરે પીએસઆઈને કચડયા : રાજસ્થાન-હરિયાણાથી કચ્છ આવતા દારૂની લાઈન એસપીશ્રી બાગમારની લાલઆંખથી તુટી..!

07 November


અગાઉ રાજસ્થાન-હરીયાણાથી બનાસકાંઠા-સાંતલપુર-પાલનપુર-આડેસર-સામખીયાળી થઈ અને સોરાષ્ટ્ર સહિતના ક્ષેત્રોમાં દારૂની મસમોટી ખેપ પહોચતી હતી, પરંતુ જયારથી પૂર્વમાં સાગર બાગમારએ ચાર્જ સંભાળ્યો છે ત્યારથી આ પટ્ટા-નેટવર્ક ચલાવનારાઓ ઉતરી ગયા ભુર્ગમમાં તો અન્યોને સ્થળ બદલવાની આવી ગઈ નોબત : સુરેન્દ્રનગરના કઠાડા પાસે બનેલી ઘટનામાં આવતો દારૂ પણ રાજસ્થાનથી જ મોકલ્યો  હતો :  રાજસ્થાનથી બનાસકાંઠા થઈને સામખીયાળી મારફતે જતા દારૂના સપ્લાયર્સે હવે પૂર્વ્‌ કચ્છ એસપી સાગર બાગમારની લાલઆંખ ભરી કાર્યવાહીના ખૌબથી રૂટ બદલ્યો હોવાનો દેખાય છે વર્તારો

બોર્ડર રેન્જ આઈજી જે.આર. મોથાલીયાના સમયમાં કચ્છને માટે પનોતીરૂપ જાદુગરના સમયકાળમાં તેમની જ રહેમનજર હેઠળ રાજસ્થાનથી સૌરાષ્ટ્ર સુધી દારૂનું નેટવર્ક વાયા સામખીયાળી-કચ્છ થઈને કરોડોના વહીવટથી પુરબહારમાં ખીલ્યુ હતુ..!


ગાંધીધામ : આમ તો ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ માત્ર કહેવાતી દારૂબંધી હોય તે રીતે બુટલેગરો બેખોફ બનીને ફરી રહ્યા હોવાની વાતને સમર્થન આપતી એક ઘટના હાલમાં જ ગુજરાતમાં બની જવા પામી છે. સુરેન્દ્રનગરના દસાડાના કાઠડા હાઈવે પર બુટલેગરનો પીછો કરતા એસએમસીના પીએસઆઈ જે એમ પઠાણનું રહસ્ય મય રીતે મોત થવા પામી ગયું છે. આ ઘટના હત્યાની છે કે આત્મહત્યા તે તો કોયડારૂપ સ્થિતી જ હાલમાં બનેલી છે પરંતુ આજે અહી આપણે વાત કરવી છે સુરેન્દ્રનગરમા બુટલેગરે પીએસઆઈને જયારે કચડી નાખ્યા છે ત્યારે તેની કચ્છ સલગ્ન વર્તાતી અસરની.હા, રાજસ્થાન અને હરીયાણા લાઈનનો દારૂ તો ગુજરાતના મોટા મોટા બુટલેગરો મંગાવતા જ રહેતા હોય છે અને આ જ લાઈનનો દારૂ અગાઉ કચ્છમાં પણ વિક્રમજનક રીતે પકડાઈ ચૂકયો છે અને ચોપડે પણ તેની નોધ થવા પામી ચૂકી હશે પરંતુ જયારથી પૂર્વ કચ્છમાં એસપી પદે સાગર બાગમારે ચાર્જ સંભાળયો છે ત્યારથી બેનામી ધંધા કરનારાઓ જાણે કે યા તો ભુગર્ભમાં ઉતરી ગયા છે અથવા તો પછી સ્થળ બદલાવવા મજબુર બની ગયા હોય તેવો ઘાટ ઘડાઈ જવા પામ્યો છે અને સુરેન્દ્રનગરમાં બનેલી આ ઘટના ટાંકણે પણ જાણકારોમાં ચર્ચાઈ રહ્યું છે. આવુ એટલા માટે ચર્ચાવવા પામી રહ્યુ છે કે, અગાઉ રાજસ્થાન લાઈનનો દારૂ  બનાસકાંઠા-સાંતલપુર-રાધનપુર થઈ અને કચ્છના પ્રવેશદ્વાર સામખીયાળી પાસેથી રાજકોટ-મોરબી-સૌરાષ્ટ્રભરમાં અને અમરેલી સુધી સપ્લાય કરવામાં આવતો હોવાનુ મોટુ નેટવર્ક ગોઠવાયેલુ હતુ. અહી ખાખીના જવાબદારોને પણ સાચવી લેવામા આવતા, વહીવટદારો મોટા મોટા સેકસનથી આ નેટવર્કને વાયા કચ્છ-સામખીયાળી થઈને ધમધમાવતા હતા. પરંતુ પૂર્વ કચ્છમાં એસપી પદે સાગર બાગમારના આવ્યા બાદ તેઓએ કાયદાનો ધોકકો પ્રજા અને સરકાર હિતમાં બરાબરનો પછાડી દેખાડયો અને તેનાથી રાજસ્થાન લાઈનના બુટલેગરો કચ્છ તરફથી સૌરાષ્ટ્ર અને અમરેલીમાં જવાના બદલે અન્ય માર્ગે ડાયવર્ટ થઈ ગયા હોય તેવુ અહી રાજસ્થાનથી જ આવેલા દારૂને સુરેન્દ્રનગર દસાડા જિલ્લાના કાઠડા ગામ પાસે અટકાવવા જતા પોલીસ અધિકારીના થયેલા મોતની ઘટના પરથી ફલિત થતુ જોવાઈ રહ્યું છે.

Comments

COMMENT / REPLY FROM