Trending News
સ્થાનિક સમાચાર

ભુજ કચ્છી દશા ઓશવાળ જૈન મહાજન દ્વારા તપસ્વીઓનું સન્માન તથા ભાવના યોજાયા

05 November



ભુજ : કચ્છી દશા ઓશવાળ જૈન જ્ઞાતિ મહાજન ભુજ દ્વારા મહાકાળી માતાજીની ભાવના તથા તપસ્વીઓનાં બહુમાનનો કાર્યક્રમ એકમ ભવન ભુજ મધ્યે યોજાયો હતો. મહાકાળી માતાજીની ભાવના માતુશ્રી હીરબાઇ ચત્રભોજ લોડાયા, લેખાબેન મહેશભાઇ લોડાયા પરિવાર દ્વારા યોજાઇ હતી. ભાવનામાં પ્રબોધ મુનવર, દિલીપ મોતા, જયાબેન મુનવર, હેતલ મોમાયા, ગીતાબેન લોડાયા, અમીતા જૈન, હર્ષા શાહ, લલીત ડાઘા, ખુશાલ ખોનાએ ભારે રમઝટ જમાવી હતી. અનીલ શાહ, હીરાચંદ છેડા, કનિષ્ક શાહે ઢોલ વગાડી સંગીત રસ પીરસ્યો હતો.પર્યુષણ મહાપર્વે ૧૬ ઉપવાસ, ૮ ઉપવાસ તથા વર્ષિતપ, સિદ્ધતપ કરેલ તપસ્વી ભાઇ-બહેનોનું શ્રી કચ્છી દશા ઓશવાળ જૈન મહાજનશ્રી ભુજ દ્વારા બહુમાન કરવામાં આવેલ. અને તપની અનુમોદના કરવામાં આવદી હતી.  કચ્છી દશા ઓશવાળ માંડવી જૈન સંઘ દ્વારા પ્રબોધ મુનવરનું વિશિષ્ટ સન્માન કરાયુંં હતું. કાર્યક્રમનાં અલ્પાહારનાં દાતા પ્રિતિબેન ડુંગરશીં મોમાયાનું સમાજ દ્વારા સન્માન કરાયું હતું. સમાજવાસીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ માણ્યો હતો. પ્રબોધ મુનવર, પ્રિતિબેન મોમાયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરી તપસ્વીઓનાં તપની અનુમોદના કરી હતી. લક્ષ્મીચંદભાઇ પોલડીયા, ઝવેરચંદભાઇ ખોના, ઉદય વિકમશી, અનીલ શાહ, ઠાકરશીંભાઇ મૈશેરી, હરીશ લોડાયા, ખુશાલ લોડાયા, કલ્યાણજીભાઇ ડાઘા, મણીલાલભાઇ ગોશર, મીતેષ મોતા, પ્રફુલ્લભાઇ નાગડા, નેમીન ખોના, દિલીપ સાયલા, વિનય હેફા, રમેશ ખોના, કૃણાલ ડાઘા, કાન્તીલાલ પોલડીયા, પ્રદીપ દંડ તથા સમાજવાસીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.પુજાબેન લલિતભાઈ ડાઘા-૧૬ ઉપવાસ,હેતલબેન નિતિનભાઈ લોડાયા-૧૬ ઉપવાસ,પ્રાંજલીબેન હેમન્તભાઈ છેડા-૮ ઉપવાસ, ઝરનાબેન પુષ્પકભાઈ લોડાયા-૮ ઉપવાસ,જેનીલભાઈ ગિરીશભાઈ મોમાયા -૮ ઉપવાસ,નયનાબેન દિવેશભાઈ મુનવર-૮ ઉપવાસ,ધ્યાનભાઈ દિવેશભાઈ મુનવર-૮ ઉપવાસ, નિરવભાઈ દિલીપભાઈ મોતા-૮ ઉપવાસ,રીટાબેન નિરવભાઈ મોતા-૮ ઉપવાસ, મિરલબેન ધવલભાઈ છેડા-૮ ઉપવાસ,ધ્રુવીબેન હર્ષભાઈ છેડા-૮ ઉપવાસ, દિનેશભાઈ શિવજીભાઈ લોડાયા-૮ ઉપવાસ, ધ્રુવભાઈ હેમંત મોમાયા-૮ ઉપવાસ,ઉદયભાઈ હેમંત મોમાયા-૮ ઉપવાસ, નિલભાઈ દિલીપભાઈ સાયલા-૮ ઉપવાસ,રાજુલાબેન લિરેશભાઈ કારાણી-સિદ્ધી તપ,  લિલાવંતીબેન હિરાચંદભાઈ છેડા-વર્ષી તપની આરાધના કરી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે જયારે આભાર દર્શન દિલીપ મોતાએ કર્યું હતું. વ્યવસ્થામાં હીરાચંદ છેડા, મહેન્દ્ર લોડાયા, તુષાર જૈન, અભય ધરમશીં, પંકજ નાગડા, દિપેશ શાહ, જય લાપસીયાએ સહકાર આપ્યો હતો.
-----

Comments

COMMENT / REPLY FROM