Trending News
ક્રાઈમ

અમદાવાદમાં કુંદરોડીની મહિલાની કરપીણ હત્યા

05 November



હતભાગી પોતાના પિયર ગયા ત્યારે પ્રેમીએ ઝઘડો કરી તળાવમાં ડૂબાડી મહિલાને મોતને ઘાટ ઉતાર્યા : પોલીસે આરોપીને ઝડપી લીધો 

મુંદરા : તાલુકાના કુંદરોડી ગામે રહેતા મહિલા પોતાના પિયર ગયા ત્યારે પ્રેમીએ ઝઘડો કરી તળાવમાં ડુબાડી મોતને ઘાટ ઉતાર્યા હોવાની ઘટના સામે આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ મુંદરા તાલુકાના કુંદરોડી ગામે રહેતા ૩૮ વર્ષિય મીનાબા હરીસિંહ ચૌહાણના પતિનું ઘણા સમય પહેલા મોત થયું હતું. બન્ને દિકરી સાથે કુંદરોડી રહેતા મીનાબા પોતાના પિયર જવાનું કહીને ઘરેથી નિકળ્યા હતા, પરંતુ પહોંચ્યા નહીં જેથી પ્રાગપર પોલીસમાં ગુમનોંધ દાખલ કરવામાં આવી હતી. એ દરમ્યાન ગત ર૩-૧૦ ના અમદાવાદ જિલ્લાના દેત્રોજ ગામના સીમાડે પાણીના નિકાલ માટેના નાળા નજીક મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ તપાસ કરતા શકદાર તરીકે બનાવ સ્થળથી નજીક રહેતા ગોવિંદજી નાનજી ઠાકોર શંકાના દાયરામાં આવ્યો હતો. પોલીસે તેને ઝડપી પુછપરછ કરતા તેણે કબુલાત આપી હતી. આરોપીએ જણાવ્યું કે, હતભાગી સાથે છેલ્લા છ વર્ષથી પ્રેમ સબંધ હતો. પતિના અવસાન બાદ પ્રેમ સબંધ ફરી જીવંત બન્યો, આરોપી ગોવિંદ પણ પરિણીત છે. એક મહિના અગાઉ બન્નેએ કડીના જોગણી માતાના મંદિરે ફુલહાર પહેરાવી લગ્ન કર્યા હતા. આરોપી ગોવિંદને શક હતો કે, હતભાગીના કોઈની સાથે આડા સબંધ છે. જે બાબતે બોલાચાલી અને ઝઘડા થતા જે મુદ્દે ઉશ્કેરાઈને ગોવિંદે મીનાબાનું ગળું દબાવી અર્ધ બેહોશ હાલતમાં ઘરની પાછળ તળાવમાં લઈ જઈ પાણીમાં માથું ડુબાડી હત્યા કરી હતી. શ્વાસ બંધ થયા બાદ નાળામાં દેહને ફેંકી દીધો હતો. પોલીસે આરોપીને ઝડપી આગળની તપાસ હાથ ધરી છે. 

Comments

COMMENT / REPLY FROM