Trending News
સ્થાનિક સમાચાર

મુન્દ્રા રો-રો ટર્મિનલે સૌથી વધુ કાર શિપમેન્ટ નિકાસનો વિક્રમ સર્જયો

04 November



મુન્દ્રા : અદાણી પોર્ટ્‌સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સંચાલિત સેવાઓમાં સતત નવા રેકોર્ડસ સર્જાઈ રહ્યા છે. અદાણી પોર્ટ્‌સ મુન્દ્રા રો-રો ટર્મિનલે સૌથી વધુ કાર શિપમેન્ટ નિકાસ કરવાનો વિક્રમ સર્જ્‌યો છે. તાજેતરમાં પોર્ટે સ્ફ મોર્નિંગ ક્લેર જહાજનું સફળતાપૂર્વક સંચાલન કરતા ૫,૪૦૫ કારની સૌથી મોટી સિંગલ વ્હીકલ નિકાસ કરી છે. દર કલાકે ૧૧૬ કારોની નિકાસ સાથે મુન્દ્રા રો-રો ટર્મિનલે ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.અદાણી પોર્ટ્‌સ મુન્દ્રા રો-રો ટર્મિનલ ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગમાં મહત્વપૂર્ણ પ્લેયર છે. રો-રો સુવિધા અંતર્ગત તે ૧૦૦થી વધુ દેશોમાં વાહનોની નિકાસ કરે છે. અદાણી પોર્ટ્‌સ ખાતેના શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નિષ્ણાતોની ટીમ દ્વારા જહાજની અંદર ખાસ પ્રકારના પાર્કિંગ અને સમયસર વાહન પરિવહનની કાર્યક્ષમતા ઉડીને આંખે વળગે તેવી છે. પોર્ટ ઓપરેશન ટીમની સખત મહેનત અને સમર્પણના કારણે આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ થઈ છે. ૨૦૦૯ માં સ્થાપિત મુંદ્રા રો-રો ટર્મિનલ દિલ્હી એનસીઆર, રાજસ્થાન અને ગુજરાત પ્રદેશોમાં સ્થિત ઓટોમોબાઈલ કંપનીઓ માટે ગેટવે પોર્ટ તરીકે સેવા આપે છે. રાઉન્ડ-ધ-ક્લોક ટર્મિનલ દુનિયાભરના અનેક દેશોમાં કાર, બસ અને ટ્રકની નિકાસનું સંચાલન કરે છે. ભારતમાં અનન્ય એવુ મુંદ્રા રો-ર્રોં ટર્મિનલ અલ્ટ્રા મોર્ડન ફ્લોટિંગ પોન્ટૂન અને લિન્ક સ્પાનથી સુસજ્જ છે. વળી તેમાં બફર યાર્ડની સાથે પાર્કિંગ અને વાહનો ધોવા માટે ધોવાની સુવિધા પણ છે.મલ્ટિમોડલ કનેક્ટિવિટી સાથે મુન્દ્રા બંદર ભારતના મુખ્ય આર્થિક પ્રવેશદ્વાર સમાન છે. તે દેશના ઉત્તરીય અંતરિયાળ વિસ્તારને આયાત-નિકાસ સહિતની વિવિધ સુવિધાઓ પૂરી પાડે છે. અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું કોલસાનું સૌથી મોટું આયાત ટર્મિનલ મુંદ્રા ભારતનું સૌથી મોટું વ્યાપારી બંદર છે. તે ઝડપી કાર્ગો ઈવેક્યુએશન અને ન્યૂનતમ ટર્નઅરાઉન્ડ સમયની ખાતરી આપે છે. ગ્રાહકલક્ષી અભિગમ સાથે ઓપરેશનલ કાર્યક્ષમતામાં સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરીને એપીસેઝે સતત નવા બેન્ચમાર્ક સ્થાપ્યા છે. એપીસેઝની ઉપલબ્ધિ ઝડપી ગતિશીલ ફેરફારોને સ્વીકારવાની અને ટકાઉ વૃદ્ધિ તરફ તેની સફર ચાલુ રાખવાની ક્ષમતાને દર્શાવે છે.
-----

Comments

COMMENT / REPLY FROM