ગોઝારી દુર્ઘટના : રાપર નજીક કેનાલમાં ડૂબતા 2ના મોત, બે લાપતા
રાપર : તાલુકાના થાનપર, ગેડી શક્તિનગર પાસે નર્મદા કેનાલમાં ડુબી જવાથી બે લોકોના મોત થયા હતા. બે બાળકો કેનાલમા પડ્યા બાદ તેને શોધવા પડેલા બે લોકોના મૃતદેહ મળ્યા હતા. રાપર પોલીસને ઘટનાની જાણ થતા દોડી જઇ શોધખોળ હાથ ધરી હતી. 40 વર્ષિય શેરસિંગ બાબુભાઇ મુસ્લિમ, 17 વર્ષિય અનુજા કલુખાન મુસ્લિમના મોત થયા છે. તો શબીર કલુખાન મુસ્લિમ અને સરફરાજ મોસમ જોગીની શોધખોળ ચાલું છે. રાજસ્થાનના લખમણગઢના મૃતકો પરિવાર સાથે થાનપર ગેડી નર્મદા કેનાલ પાસે કપાસ વીણવાનું કામ કરતા હતા. બનાવની જાણ થતાં રાપર પીઆઇ જે.બી. બુબડીયા હેડ કોન્સ્ટેબલ વણવીર ચૌધરી, હેડ કોન્સ્ટેબલ મનહર ચૌધરી, પ્રકાશભાઇ ચૌધરી ધટના સ્થળ પર પહોંચી ગયા હતા. મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હુશેન જીએજા, નાયબ મામલતદાર સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. અને લાપતા બે લોકોની શોધખોળ હાથ ધરી હતી.

Comments