મોટી ભુજપુરમાં રૂપિયાની ઉઘરાણી બાબતે યુવાનની હત્યા
ત્રણ શખ્સો સામે મુંદરા પોલીસ મથકે ગુનો નોંધાયોત્રણ શખ્સો સામે મુંદરા પોલીસ મથકે ગુનો નોંધાયો
મુંદરા : તહેવારના સપરમાં દિવસોમાં મુંદરા તાલુકાના ભુજપુર ખાતે રૂપિયાની ઉઘરાણી બાબતે યુવાનની હત્યા કરવામાં આવી હતી. જેમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ શુક્રવારે રાત્રે આઠથી સાડા આઠ વાગ્યાના અરસામાં હતભાગીના ઘર પાસે આ બનાવ બન્યો હતો. સાંજે છ વાગ્યે ત્રણ અજાણ્યા ઈસમો આવ્યા અને ઈમ્તિયાઝ કયાં છે તેમ પુછા કરી હતી. આરોપીઓએ રૂપિયા લેવાના છે પણ ફોન ઉપાડતો નથી. તેમ કહેતા માતાએ બે દિવસમાં રૂપિયા મળી જશે તેમ કહ્યું હતું. આ દરમ્યાન ઈમ્તિયાઝને ફોન કરતા મારી નાખવાની ધમકી અપાઈ હતી. ઈમ્તિયાઝ ઘરે આવ્યો ત્યારે આરોપીઓએ માર માર્યો હતો. પોલીસ મથકે હતભાગી ર૮ વર્ષિય ઈમ્તિયાઝ હાસમ આમદ ચાકીના માતા રસીદાબેને નોંધાવેલી ફરિયાદ પ્રમાણે આદીપુરના શ્યામ ગઢવી અને તેની સાથેના બે અજાણ્યા ઈસમોએ યુવાનને માર મારી તિક્ષ્ણ હથિયારનો ઘા મારતા ગંભીર ઈજાઓના કારણે મોત થયું હતું. હુમલો કરીને આરોપીઓ ભાગી ગયા હતા. જેથી મુંદરા પોલીસમાં ગુનો દાખલ કરાયો હતો. તહેવારના દિવસોમાં આ પ્રમાણેની ઘટના બનતા પોલીસદળમાં દોડધામ સાથે પરિવારમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી.

Comments