Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામની સિંધુ વર્ષા સોસાયટીમાં કચરો સળગાવતા ત્રણ બાળકો દાઝયા

04 November



ફૂટેલા ફટાકડાનો કચરો એકત્ર કરી સળગાવતા બન્યો બનાવ : શ્રમજીવી પરિવારના ત્રણ ગંભીર રીતે ઘાયલ બાળકોને સારવાર માટે અમદાવાદ ખસેડાયા 

ગાંધીધામ : દિવાળીના તહેવાર દરમિયાન કચ્છ જિલ્લામાં આગ લાગવાના અને ફટાકડા થી દાઝી જવાના અનેક બનાવો સામે આવ્યા છે. ગાંધીધામની સિંધુ વર્ષા સોસાયટીમાં ફૂટેલા ફટાકડાનો કચરો સળગાવતા શ્રમજીવી પરિવારના ત્રણ બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ બનાવમાં એક બાળકની આંખ અને એક બાળકના હાથમાં ગંભીર રીતે ઇજા પહોંચી હતી.આ અંગેની પ્રાપ્ત થતી વિગતો અનુસાર દિવાળીના દિવસે ગાંધીધામ શહેરમાં ભવ્ય આતશબાજી થયા બાદ બીજા દિવસે શ્રમજીવી પરિવારના બાળકો ફટાકડા વીણવા નીકળી પડ્યા હતા. સોસાયટીમાંથી એકત્ર કરેલ ફટાકડાના કચરાને સળગાવી ગયેલા ત્રણ બાળકોને ગંભીર અકસ્માત નડ્યો હતો. કચરો સળગાવી લીલા ત્રણ બાળકોને અચાનક જ  આગે ઝપેટમાં લઈ લીધા હતા. ત્રણ પૈકી બે બાળકોને અત્યંત ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. એક બાળકે પોતાની આંખ ગુમાવી હતી. જ્યારે એક બાળકના એક હાથ પર ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી.
 ઘાયલ બાળકોને સ્થાનિક લોકોએ સારવાર માટે લાંબાગ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાંથી તેમને વધુ સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. બીજાઓ અત્યંત ગંભીર હોવાથી વધુ સારવાર માટે બાળકોને અમદાવાદ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ગાંધીધામ પોલીસે પણ બનાવની નોંધ લઇ આગળની તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા સિંધુ વર્ષા સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજો ની ચકાસણી કરવામાં આવી હતી. દિવાળીના સપરમાં દિવસોમાં બનેલી ઘટનામાં શ્રમજીવી પરિવારના ત્રણ બાળકો ગંભીર રીતે ઘાયલ થતાં પરિવાર પર મુસીબત આવી પડી હતી. 

 

Comments

COMMENT / REPLY FROM