ભાઈબીજના માંડવી બીચ પર ફરવા ગયેલા પિતા-પુત્રના ડૂબી જવાથી મોત
અંજારથી આવેલા પરિવાર માટે દરિયો ઘાતક નિવડ્યો
માંડવી : રજાઓના દિવસોમાં માંડવી બીચ પર સહેલાણીઓની સંખ્યામાં વધારો થાય છે. તેવામાં ગઈકાલે ભાઈબીજ અને રવિવારના માંડવી બીચ પર પ્રવાસીઓ ઉમટયા હતા. તેવામાં પિતા - પુત્રના ડુબી જવાથી મોત થતા અરેરાટી ફેલાઈ જવા પામી હતી. સ્થાનિકે તપાસ કરતા ઘટના બપોરના ૪ થી ૪.૩૦ વાગ્યાની આસપાસ બની હતી જેમાં દરિયાના પાણીમાં નાહવા પડેલા પિતા અને પુત્ર ડૂબવા લાગ્યા હતા. પ્રથમ દરિયાના થી બહાર લાવી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યારે અંદાજીત ૧૨ વર્ષીય બાળક દરિયાના પાણીમાં ગરક થઈ જતા તેની સાંજ સુધી શોધખોળ હાથ ધરાઈ હતી. બનાવની જાણ થતાં વહીવટી તંત્રના અધિકારીઓ અને પોલીસ તંત્ર દોડી આવ્યું હતું. જોકે ઘટનામાં બન્ને પિતા પુત્રના મૃત્યુ થયા હતા. દરિયામાં ન્હાવા ગયા ત્યારે ડુબી જવાના કારણે મોત થતા પરિવારમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી.

Comments