Trending News
સ્થાનિક સમાચાર

બેસતા વર્ષના દિવસે જ ગાંધીધામ જીઆઈડીસીમાં યુવાનને ઢોર મારમારી ઢીમ ઢાળી દેવાયું

04 November



ઓમ ઈન્ડસ્ટ્રીમાં ગયેલા બે યુવાનોને પાંચથી આઠ પરપ્રાંતિય યુવાનોએ લાકડી-ધકબુસટનો માર માર્યો : બન્ને યુવાનો કંપનીમાં ચોરી કરવા જેવી કઈ કઈ વસ્તુ છે તે જોવા ગયા ત્યારે પરપ્રાંતિયોએ પકડીને માર માર્યો : તહેવારના દિવસોમાં સંકુલમાં હત્યાના બનાવથી પોલીસ દોડતી થઈ 


ગાંધીધામ : તહેવારના સપરમાં દિવસોમાં પણ કચ્છમાં ખુન ખરાબા યથાવત રહ્યા છે. મુંદરા તાલુકાના ભુજપુર ગામે યુવાનની પૈસાની લેતી દેતીમાં હત્યા થઈ હતી, ત્યાં બેસતા વર્ષના દિવસે ગાંધીધામ જીઆઈડીસીમાં આવેલી ઓમ ઈન્ડસ્ટ્રીઝમાં યુવાનને ઢોર માર મારવામાં આવતા હત્યા થઈ હતી. આ યુવાનો ચોરીના ઈરાદે કંપનીમાં ગયા હતા જ્યાં પરપ્રાંતિય યુવકોએ માર મારતા હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. કાર્ગો આઝાદ નગરમાં રહેતા ફરિયાદી કાનજી વેલાભાઈ ગોહિલના જણાવ્યા પ્રમાણે તે અને મિત્ર મુકેશ છગનભાઈ કોલી જીઆઈડીસીમાં આવેલી ઓમ ઈન્ડ્રસ્ટ્રીઝ કંપનીમાં ચોરી કરવા જેવી કંઈ - કંઈ વસ્તુ છે તે જોવા ગયા હતા બેસતા વર્ષના દિવસે રાત્રે કંપનીમાં જતા અહીં કામ કરતા મજુરોએ જોઈ જતા અવાજ પાડીને બોલાવ્યા હતા, જો કે ફરિયાદ અને તેનો મિત્ર ગયા નહી, અને અજાણ્યા હિંદી ભાષી પાંચથી આઠ શખ્સો દોડી આવ્યા અને બન્નેને માર માર્યો હતો. લાકડી ધકબુશટની માર - મારતા ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી. કોઈએ પોલીસને જાણ કરતા પોલીસ આવીને બન્ને સારવાર માટે રામબાગ હોસ્પીટલમાં લઈ ગયા હતા. જ્યાં ગંભીર પ્રકારની મુઢ ઈજાઓ હોવાના કારણે મુકેશનું સારવાર નસીબ થાય તે પહેલા મોત થયું હતું. જ્યારે ફરિયાદીને ફ્રેકચર સહિતની ઈજાઓ થવા પામી હતી. જેથી ગાંધીધામ બી ડિવિજન પોલીસમાં અજાણ્યા આરોપીઓ સામે હત્યાની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

Comments

COMMENT / REPLY FROM