સવાયા કચ્છી પીએમ મોદીજી કચ્છમાં જવાનો સાથે દીપાવલી મનાવી
પીએમ પદના ર૦૧૪માં શપથ લીધા બાદની મોદીજીની કચ્છના જવાનો સાથેની પહેલી દીપાવલી મુલાકાત
મોદીએ ક્રીક સીમાનું કર્યુ નિરિક્ષણ : વડાપ્રધાને કચ્છ સરહદે દિવાળી મનાવવાનુ પસંદ કરી અને નાપાક મુલકને પણ આપી દીધો છે કડક સંદેશ
લક્કીનાળા વિસ્તારની પીએમશ્રીએ લીધી મુલાકાત : સરહદમાં જવાનોને દીવાળીની મીઠાઈનું વિતરણ કરી સવાયા કચ્છી પીએમ સૈન્યદળનો વધાયૉ જુસ્સો
નોધનીય છે કે, મોદીજીએ પ્રથમ જ વખત સીએમ પદે શપથ સંભાળ્યા બાદ તરત જ ભુકેંઅસરગ્રસ્તો કચ્છીંજનો સાથે ચોબારીમાં સાદગીપૂર્ણ રીતે મનાવી હતી દિપાવલી : તે વખતે મોદીજીએ અસરગ્રસ્તોની સ્મૃતીમાં દીવો પ્રગટાવી અને કચ્છમાં ગ્રામીણ લોકોની સાથે રામધુનમાં ભાગ લીધો હતો : તો અનુસુચિત જાતી-જનજાતીના ભુકેંણ્યરત પ્રરીવારજન માતા- પુત્ર સાથે રોટલા-છાશનું જમણ કર્યુ હતુ : મોદીજી સાથે તે વખતે વિધાનસભાના અધ્યક્ષ સદગત ધીરૂભાઈ શાહ રહ્યા હતા હાજર
ગાંધીધામ વિશ્વના સર્વાધીક લોકપ્રીય જનજનાયક અને યશસ્વી વડાપ્રધાન તથા સવાયા કચ્છી પીએમ નરેન્દ્રભાઈ મોદીનો કચ્છ સ્નેહ સદાય ઝળહળતો જ રહે છે. કચ્છ પ્રત્યેની તેઓની વિશેષ લાગણી સમયાંતરે દેશ દેશાંતરમાં તેઓના અભિવાદનમાં ઝળકતી જ રહેતી હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડીયા ખાતે આજ રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ તેઓને અંજલી અર્પણ કરી છે તે સાથે જ આ વખતે દીપાવલી કચ્છ સરહદે આર્મીના જવાનો સાથે મનાવા આવી પહોચ્યા હતા. દરમ્યાન જ આજ રોજ મળતી વધુ વિગતો અનુસાર દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દિપાવલીની ઉજવણી કચ્છના લકીનાળા પાસેઆર્મીના જવાનોની સાથે કરી છે. મોદીજીએ આર્મીના જવાનોને મોઢું મીઠું કરાવી મીઠાઇનુ વિતરણ કરી સરહદે દિવાળી સૈન્ય જવાનોનુ જુસ્સો વધાર્યું છે મોદીજીએ ૨૦૧૪માં વડાપ્રધાન પદના શપથ લીધા બાદ આ તેઓની આર્મી જવાન સાથેની કચ્છની પ્રથમ દિપાવલી બની રહેશે તેમ પણ જાણકારો કહી રહ્યા છે.જયારે તેઓ ગુજરાત રાજયના મુખ્યપ્રધાન હતા ત્યારે તેઓએ આર્મી જવાનની સાથે આ સરહદે દિપાવલીની ઉજવણી કરી હતી.

Comments