ભુજ, સુગારીયા, વાંઢીયા અને શિકારપુર પાસે સર્જાયેલા અકસ્માતમાં ફોજદારી
ભુજ : જિલ્લામાં ભુજ તેમજ અંજારના સુગારીયા અને ભચાઉના વાંઢીયા અને શિકારપુર પાસે અકસ્માત થયો હતો. જેમાં ફરિયાદ નોંધાઈ છે. ભુજમાં ભગવતી હોટલ પાસે રોડ પર અકસ્માત થયો હતો. જેમાં એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી અલીમામદ મહમદરફીક લુહારે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે આરોપી ફોર વ્હીલ ગાડી નંબર જી.જે.૧ર.એફબી પ૬૦૬ ના ચાલકે પુરઝડપે ગાડી ચલાવી ફરિયાદીની બાઈક જી.જે.૧ર. ડીકયુ ૮૪ર૮ સાથે કોઈપણ જાતના સિગ્નલ આપ્યા વગર સામેથી યુટર્ન લઈ ભટકાવતા ફરિયાદીને ઈજાઓ થવા પામી હતી. જેથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ તરફ ભુજ - અંજાર હાઈવે રોડ પર સુગારીયા ફાટક પાસે ટ્રેઈલર નંબર જીજે.૧રબીઝેડ ૩૯૧૯ ના ચાલકે પોતાના કબજાનું વાહન બેદરકારીથી ચલાવી ફરિયાદી જીંજાયના જમીર હુસેનભાઈ સોઢાની ટ્રક નંબર જી.જે.૩૯ ટીએ ૭ર૬૦ સાથે ભટકાવી અકસ્માત કરતા બન્ને પગના ઘુંટણમાં ફ્રેકચર જેવી ઈજાઓ થવા પામી હતી. અકસ્માત સર્જીને ટ્રક મુકીને ચાલક ભાગી ગયો હતો. સામખિયાળીથી મોરબી જતા નેશનલ હાઈવે પર ઓરેવા કંપનીથી આગળ ખેમાબાપા હોટલ રોડ પર અકસ્માત થયો હતો. જુનાગઢના કૌશિકભાઈ પરબતભાઈ હીંગરાજીયાના જણાવ્યા પ્રમાણે આરોપી ટ્રેઈલર નંબર જી.જે.૧ર બી ઝેડ પપ૯૧ ના ચાલકે ટ્રેઈલર પુરઝડપે ચલાવી ફરિયાદીની ટોયોટા અલ્ટોસ ગાડી નંબર જીજે. રર એ ૯ર૯૩ માં પાછળથી ભટકાવતા ગાડીમાં નુકશાન થયું હતું. જેથી સામખિયાળી પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જયારે આજરોજ રોડ પર અજન્ટા કંપનીના મેઈન ગેટ પાસે બીજો અકસ્માત થયો હતો. માધાપરના સંદીપકુમાર અરવિંદભાઈ જોશીએ જણાવ્યું કે, ટ્રક નંબર જી.જે.૧ર એયુ પ૩૧૬ ના ચાલક નારાણભાઈ માયાભાઈ મહેશ્વરીએ અચાનક ડ્રાઈવર સાઈડમાં ગાડી લેતા ટ્રક બસ સાથે ભટકાઈ હતી. જેમાં બસમાં નુકશાન થવા સાથે ઓછી વતી ઈજાઓ થવા પામી હતી. જેથી સામખિયાળી પોલીસમાં ગુનો દાખલ થવા પામ્યો છે.

Comments