Trending News
સ્થાનિક સમાચાર

સામખિયાળીમાં ટોળાએ હિચકારો હુમલો કરતા હત્યાના પ્રયાસની ફરિયાદ

31 October



ભચાઉ : તાલુકાના સામખિયાળી ખાતે શાંતિનગર પ્લોટ વિસ્તારમાં ટોળાએ હિચકારો હુમલો કરતા ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ સ્ટેશનેથી મળેલી માહિતી મુજબ આરોપી મેઘરાજ સામતભાઈ જેઠવા, સાંગરાજ રાયધણભાઈ જેઠવા, અજીત મેઘરાજભાઈ જેઠવા, વિક્રમભાઈ મેઘરાજભાઈ જેઠવા, જગદીશ ખુમાણભાઈ આહિર, હિમાબેન મેઘરાજભાઈ જેઠવા, ભાવનાબેન સાંગરાજ જેઠવા અને બે અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હતો. ફરિયાદી અને તેના માતા - પિતાએ આરોપી સાંગરાજને પોતાના ઘરે અજાણ્યા માણસને ન રાખવા કહેતા તે બાબતનું મનદુઃખ રાખીને આરોપીઓએ ફરિયાદીને ધારીયા વડે તેમજ પત્નિને માથામાં ધારીયું મારતા ગંભીર ઈજાઓ થઈ હતી. અન્ય સાહેદોને ફ્રેકચર સહિતની ઈજાઓ થવા પામી હતી. જેથી હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે સામખિયાળી પોલીસમાં ફરિયાદ થઈ હતી.

Comments

COMMENT / REPLY FROM