ગળપાદર પાસે રોડ પર પાર્ક કરેલા ડમ્પરમાં ટ્રેઈલર ઘૂસી જતા યુવાનનું મોત
દબડા - જરૂ રોડ પર કાર ચાલકે બાઈકને ટક્કર મારતા યુવાનનો જીવ ગયો : ઉખડમોરા પાટીયા પાસે અકસ્માતની ઘટનામાં ફરિયાદ
ગાંધીધામ : તહેવારના દિવસોમાં અકસ્માતોની શ્રૃંખલા યથાવત રહી છે. ગાંધીધામમાં ગળપાદર રોડ પર પાર્ક કરેલા ડમ્પરમાં ટ્રેઈલર ઘૂસી જતા યુવાનનું મોત થયું હતું. જયારે દબડા - જરૂ રોડ પર કાર ચાલકે બાઈકને ટક્કર મારતા યુવાનનો જીવ ગયો હતો. ઉખડમોરા પાટીયા પાસે અકસ્માતની ઘટનામાં ફરિયાદ નોંધાઈ છે.આ બાબતે ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાંથી મળેલી વિગતો મુજબ મચ્છુનગર ઓવરબ્રીજ પર ગળપાદર જતા ત્રણ રસ્તા પાસે કચ્છ આર્કેડની સામે બનાવ બન્યો હતો. ફરિયાદી વિરભદ્રસિંહ ઈન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું કે, ડમ્પર નંબર જી.જે.૧ર.બીએકસ પપ૯પ ના ચાલકે પોતાના કબજાનું ડમ્પર કોઈપણ જાતના સિગ્નલ, રીફલેકટર કે પાર્કિંગ લાઈટ વગર રોડ વચ્ચે મુક્યું હતું. ફરીયાદીની મીનાક્ષી હેન્ડલીંગના ટ્રેઈલર નંબર જી.જે.૧ર.એડબલ્યુ ૦૬રપ ના ચાલકે આ ડમ્પરમાં ટ્રેઈલર ભટકાવી દેતા ગંભીર ઈજાઓ થવાના કારણે બિહારના ર૪ વર્ષિય ડ્રાઈવર મનુકુમાર રાજકિશોરસિંઘનું મોત થવા પામ્યું હતું. જેથી ફેટલનો ગુનો દાખલ કરાયો છે. આ તરફ અંજારના દબડાથી જરૂ ગામ તરફ જતા રોડ પર અકસ્માતનો બનાવ બન્યો હતો. ફરિયાદી ચંદ્રનગર ખોખરાના જગદીશભાઈ મેરાભાઈ રબારીના જણાવ્યા પ્રમાણે આરોપી હ્યુન્ડાઈ કંપનીની આઈ-ર૦ કાર નંબર જી.જે.૧ર.ડીએમ ૮૯૧પ ના ચાલકે પોતાની કાર બેદરકારીથી ચલાવી ફરિયાદીના ભાઈ રમેશ અને નવીનની બાઈક નંબર જી.જે.૧ર.એચ.એ.ર૯ર૩ ને હડફેટે લેતા ફરિયાદીના કુટુંબીભાઈ નવીનને જમણા પગના સાથળના ભાગે તથા આંગળીઓમાં ફ્રેકચર સહિતની ઈજાઓ થવા પામી હતી. જયારે રમેશને ગંભીર ઈજાઓ થતા મોત થયું હતું. જેથી અંજાર પોલીસમાં ગુનો દાખલ કરાયો છે.આ તરફ ભુજ તાલુકાના ઉખડમોરા પાટીયા પાસે કાચા રસ્તા પર ર૧ તારીખે અકસ્માત થયો હતો. જેમાં પગપાળા જતા તરસંગજી ઠાકોરનો અકસ્માતમાં મોત થયું હતું. જે ઘટનામાં ડમ્પર નં. જીજે.૧ર.બીવાય ૮૭૩ર ના ચાલક સામે પધ્ધર પોલીસમાં ગુનો દાખલ કરાયો હોવાનું જાણવા મળ્યું હતું.

Comments