Trending News
ક્રાઈમ

લખપતના મીંઢીયારીમાં  વહેલી પરોઢે યુવાનની હત્યા

28 October



તિક્ષ્ણ હથિયાર વડે માલધારી યુવાનને મોતને ઘાટ ઉતારાતા નાનકડા ગામમાં ચકચાર : આગેવાનો દોડી ગયા : નારાયણ સરોવર પોલીસે હાથ ધરી તપાસ

દયાપર : લખપત તાલુકાના પાન્ધ્રો નજીક આવેલ મીંઢીયારી ગામમાં ર૬ વર્ષિય અબ્દુલ સીધીક સોઢા નામના પરિણીત માલધારી યુવકની હત્યા કરાતા દોડધામ મચી ગઈ હતી. તાલુકા કોંગ્રેસના પ્રમુખ અલીમામદ જતે માહિતી આપતા કહ્યું હતું કે, આ યુવાનનું વહેલી પરોઢે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ખુન કરાયું છે. બનાવની જાણ થતા જ મુસ્લિમ અગ્રણી પૂર્વ તા.પં.પ્રમુખ હાજી સલેમાન, સરપંચ રમઝાન જત, ઈસ્માઈલ આરબ, તા.પં.પ્રમુખ જસુભા જાડેજા સહિતના અગ્રણીઓ મીંઢીયારી તથા દયાપર દોડી ગયા હતા. આ લખાય છે ત્યારે મરનાર યુવકની લાશ દયાપર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી છે. તથા પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરાઈ છે. મરનાર બે પુત્રીનો પિતા હતો. નારાયણ સરોવર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. બનાવ કઈ રીતે બન્યો ? અને આરોપી કોણ છે ? તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાથી ગામમાં શોક સાથે ચકચાર મચી ગઈ છે.

Comments

COMMENT / REPLY FROM