પૂર્વ કચ્છમાં પુનઃ વિદેશી કોલસાના અડ્ડાઓના ટેન્ડર મંજુર : રાજકોટના વેપારીઓ ઉતર્યા..!
આઈજીશ્રી ચિરાગ કોરડીયા કરે લાલઆંખ
લાકડીયા-પડાણા પટ્ટામાં કોલસા ચોરીના વાડાઓ ધમધમ્યા : બારાતુ કોલસા ચોરોએ સ્થાનિકના અમુક તત્વો સાથે હાથ મિલાવી ફરીથી વેપારીઓને આડેધડ કોલસા ચોરીના ધુમ્બા ફટકારવાનુ કર્યુ શરૂ : ડ્રાયવર - કલીનરને લલચાવી-ફોસલાવી-ડરાવી-ધમકાવીને અમુક વાડાઓમાં વિદેશી કિંમતી કોલસાની થાય છે ખુલ્લેઆમ ચોરી-તસ્કરી : ખાખીના કયા ભ્રષ્ટ વહીવટદારોની છે મીલીભગત?
અગાઉ કચ્છને માટે પનોતીરૂપ જાદુગરના સમયમાં કચ્છના આ જ પટ્ટાથી લઈ અને રાધનપુર સુધી કોલસાચોરીના વાડાઓ લાખોના સેકસન સાથે નેટવર્ક સાથે ધમધમી ઉઠયા હતા : હવે કયા ભ્રષ્ટતત્વો આવા કોલસાચોરેાને છાવરી રહ્યા છે? : કચ્છમાં કોલસાચોરી ઠેકા ચીભડતત્વોને આપી દેવાયા એટલે પોલીસ અથવા તો અન્ય એજન્સી ક્રોસ રેડ કરે તો મોટા માથાઓ, પડદા પાછળના ખેલ પાડનારાઓ સુધી તપાસનો રેલો લંબાય જ નહી આવી ગોઠવણીઓ કરનાર કોણ?
માર્ગમાં થતી કોલસાચોરીના લીધે માલ મોકલનાર અને મંગાવનાર વેપારીઓ વચ્ચે પણ થઈ રહ્યો છે નાહકનો આંતરીક ડખ્ખો : જો આમને આમ જ ચાલ્યું તો વેપારીઓ
કચ્છના બંદરોથી આવા મુદામાલ મંગાવવતા અટકશે, કચ્છથી મોઢું ફેરવતા થઈ જશે..
ગાંધીધામ : પૂર્વ કચ્છમાં દેશના મહાબંદરો પૈકીના એક એવા દીનદયાલ પોર્ટ કંડલા ધમધમી રહ્યુ છે તો બીજુ મુંદરા બંદર કચ્છમાં ખાનગી રાહે વિવિધ ક્ષેત્રે નવા સિમાચિહ્નો સિદ્ધ કરી રહ્યું છે. બીજીતરફ આ બંદરો પર આવતી ચીજવસ્તુઓને ગુજરાત-ભારતમાં વાહનો મારફતે પહોચાડવામાં આવતુ હોય છે અને તે પેકિની કેટલીક કોમોડીટી એટલે કે વસ્તુઓ તે મંગાવનાર વેપારી સુધી પહોચે તે પહેલા જ કંડલાથી આડેસર-સુરજબારી સુધીના હાઈવે પર આવેલા કેટલાક ઠામોમાં આયોજનબદ્ધ રીતે સેરવી લઈ અને તેની તસ્કરી કરનારી ટુકડીઓ પણ સમયાંતરે સક્રીય બની જતી હોય છે. આવી જ એક કોમોડીટી વિદેશી કોલસો છે. વિદેશી કોલસો બંદરો પર મંગાવી અને તેને વાહનો મારફતે ટ્રાન્સપોર્ટેરશ કરી અને અન્ય સ્થળે મોકલવામા આવતો હોય છે પરંતુ આ વિદેશી કોલસાના વાહનોના ડ્રાયવરો-કલીનરને લલચાવી, ડરાવી ફોસલાવી અને આ ટોળકી વિવિધ વિસ્તારોમાં રીતસરના વાડાઓ ઉભા કરી અને તે સારી ગુણવત્તાનો કોલસો તેમાથી ઉતારી લઈ, ચોરી કરી લઈ અને વાડામાં સંગ્રહી અને બારોબાર વેપારીઓને વેચી મારતા હોવાનું એક ગેરકાયદેસર મોટુ નેટવર્ક ધમધમી રહ્યુ હોવાનુ સતત સામે આવતુ રહ્યું છે. થોડા સમય માટે આ પ્રકારના કોલસાચોરોની ટોળકી ભુર્ગભમાં રહ્યા બાદ હવે ફરીથી પડમાં આવી ગઈ હોય તેમ પૂર્વ કચ્છમાં વિદેશી કોલસા ચોરી માટેના અડ્ડાઓના ટેન્ડર જ મંજુર થવા પામી ગયા હોવાની ચર્ચા સામે આવવા પામી રહી છે. કહેવાઈ રહ્યું છે કે, બંદરો પર આવતા વિદેશી કોલસાની સારી ગુણવત્તાના જથથાવાળા વાહનો આવા વાડાઓ પર લઈ જવામા આવી રહ્યા છે અને ત્યા તેમાં ફેરફાર કરી અને તેની તસ્કરી કરવામા આવી રહી છે. ગાંધીધામથી આડેસર-સુરજબારી પટ્ટામાં પડાણા, લાકડીયા સહિતના પટ્ટાઓમાં આવા વાડાઓ ધમધમી રહ્યા છે. અગાઉ મોરબીના વેપારીઓ આવા કોલસા ચોરીના કારનામાઓને અજમાવતા હતા, હાલમાં રાજકોટના અમુક વેપારીઓ ભ્રષ્ટ ખાખીધારીઓના સિન્ડીકેટનો ભાગ બની અને કોલસા ચોરીના આ નેટવર્કને કચ્છમાં ધમધમાવવા મેદાનમાં આવી ગયા હોવાનુ મનાય છે.આ પ્રકારની માર્ગમા થતી ચોરીઓથી વેપારીઓમાં પણ આતંરીક કલહ વધી રહ્યો હોવાનુ મનાઈ રહ્યું છે. કારણ કે, મોકલનાર અને મંગાવનાર બન્ને વચ્ચે તો સમજુતી અનુસાર જ વ્યાપાર થવા પામતો હોય છે, કોલસો બંદર પર પુરતા પ્રમાણમાં જ ઉતરતો હોય છે પરંતુ માર્ગમા કોલસાચોરો દ્વારા તેની ગુણવત્તામાં ફેરફાર કરી ગેરકાયદેસર ધંધો ધમધમાવાતો હોવાથી માલ પહોચતા પહોચતા બદલી જાય અથવા તો પછી તેમાં ઘટ્ટ આવે એટલે વેપારીઓ વચ્ચે વિના વાંકે ડખ્ખા થવા પામી રહ્યા હોવાની પણ આંતરીક ફરીયાદો વધી રહી હોવાનુ મનાય છે. હકીકતમાં આ બાબતે કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રી ચિરાગ કોરડીયાએ ધ્યાન આપી અને પૂર્વ કચ્છ પોલીસતંત્રને જાગૃત કરવુ જોઈએ અને આ મુજબની કોલસા ચોરીને કોણ ધમધમાવી રહ્યુ છે તેની સામે પણ કડક રાહે કાર્યવાહી કરવી જોઈએ.

Comments