Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામના રમતગમત સંકુલમાં યુવાનની હત્યા કરનારા આરોપીઓ રાઉન્ડઅપ કરાયા

27 October


દેશલપર વાંઢાયના યુવાનને ખરીદી કરવાના બહાને ગાંધીધામ બોલાવી માર મરાયો હતો

ગાંધીધામ : ભુજ તાલુકાના દેશલપર વાંઢાય ગામે રહેતા યુવાનને દિવાળીની ખરીદી કરવાના બહાને ગાંધીધામ બોલાવી રમત ગમત સંકુલના મેદાનમાં ધોકા વડે માર મારી ગંભીર ઈજા પહોંચાડતા મોત થયું હતું. સમગ્ર મામલે હત્યાની ફરિયાદ નોંધાતા ચાર આરોપીઓને ઝડપી લેવા માટે એ ડિવિઝન પોલીસે ટીમો બનાવી હતી. પોલીસે ચારેય આરોપીઓને રાઉન્ડઅપ કરી લીધા છે. હાલ તેઓની પુછપરછ ચાલી રહી છે. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ દેશલપર વાંઢાય ગામે રહેતા જયેશભાઈ નરશીભાઈ ધેડાએ એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, આરોપીઓએ હતભાગી પાર્થ ચંદુલાલ મહેશ્વરીને દિવાળીની ખરીદી કરવાના બહાને ગાંધીધામ બોલાવી રમત ગમતના સંકુલના મેદાનમાં લઈ જઈ ઝઘડો કરી હથિયાર વડે મુઢમાર મારતા ગંભીર ઈજાઓ થઈ હતી. હુમલો કર્યા બાદ આરોપીઓ ભાગી ગયા દર્દથી કણસ્યા બાદ આ યુવાનનું મોત થયું હતું. આ બાબતે ગાંધીધામના શંકર મહેશ્વરી, મોટી ભુજપુરના નરેશ ધુવા, ગાંધીધામના પ્રેમ જાંજીયા અને નિખિલ ઉર્ફે નીક ભર્યા સામે હત્યાની કલમ તળે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે હતભાગી અપરિણીત હતો અને માધાપર નજીક હોટલમાં નોકરી કરતો હતો. ગાંધીધામમાં રહેતા શંકર અને મોટી ભુજપુરનો નરેશ બન્ને માસીયાઈ ભાઈ છે અને નરેશ અને પાર્થ જીગરી મિત્ર થતા હતા. શંકર અને નરેશની માસીની દિકરી સાથે પાર્થને પ્રેમસબંધ હોઈ આ સબંધ મુદ્દે બન્ને જણાએ ઠપકો આપ્યો હતો. પરંથુ પાર્થે સુધરવાને બદલે આ સબંધ ચાલુ રાખતા સબક આપવા માટે ગાંધીધામ બોલાવી માર માર્યો હતો, જેમાં પ્રેમ અને નિખિલ નામના મિત્રોને સામેલ કરી ચારેય જણા ભેગા કરી માર મારતા યુવાનનું મોત થયું હતું. જે અંગે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એ ડિવિઝન પીઆઈ એમ. ડી. ચૌધરીએ જણાવ્યું કે, આરોપીઓને  રાઉન્ડઅપ કરી લેવાયા છે. આગળની તપાસ ચાલુ છે.


 

Comments

COMMENT / REPLY FROM