અંજારના વીડી રોડ પર ૭૧ લાખના શરાબના પર બુલડોઝર ફરી વળ્યું
તહેવારો પૂર્વે મોટી માત્રામાં શરાબના જથ્થાનો નાશ થતા પ્યાસીઓના મોઢામાં લાળ ટપકી
ગાંધીધામ : પૂર્વ કચ્છમાં અંજાર અને ગાંધીધામ વિસ્તારમાં ઝડપાયેલા શરાબના જથ્થા પર બુલડોઝર ફેરવાયું હતું. કુલ્લ ૭૧ લાખના દારૂનો નાશ કરવામાં આવ્યો છે.
આજરોજ અંજાર પ્રાંત અધિકારી આઈએએસ સુનિલ સોલંકીની હાજરીમાં અંજાર પોલીસ સ્ટેશન, દુધઈ, ગાંધીધામ એ ડિવિઝન, કંડલા મરીન અને ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનમાં પકડાયેલા અંદાજે ૭૧ લાખના દારૂ, બિયરનો નાશ કરવામાં આવ્યો હતો. અંજાર પોલીસે કબજે કરેલા ૪૮.ર૩ લાખ, ગાંધીધામ એ ડિવિઝનના ર૧.૦૮ લાખ, ગાંધીધામ રેલવે પોલીસના ૪૯ હજાર, દુધઈ પોલીસના ૧.૯ર લાખ તથા કંડલા મરીનના ૧૪૦૦ ના શરાબના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. અંજારના વીડી રોડ પર શરાબ અને બીયરના બોટલો - કવાટરીયા ગોઠવી બુલડોઝર ફરાવી નાખતા દારૂની નદી વહી નિકળી હતી. આ જોઈ પ્યાસીઓના મોંમાંથી લાળ ટપકી પડી હતી.

Comments