Trending News
સ્થાનિક સમાચાર

હાઈડ્રોકાર્બો ઓઈલના સોદામાં ગાંધીધામના વેપારી સાથે ઠગાઈ

27 October



ગાંધીધામ : હાઈડ્રોકાર્બો ઓઈલના સોદામાં ગાંધીધામના વેપારી સાથે ઠગાઈ થતા ફરિયાદ નોંધાઈ છે. આ બાબતે ગાંધીધામ સેકટર-૧ માં રહેતા સુરેન્દ્રભાઈ ફુલચંદ જૈનના જણાવ્યા પ્રમાણે તેમણે આરોપી મુંબઈના અશિષ મહેતા પાસેથી ઓઈલ ખરીદયું હતું. ટેન્કર નં. જી.જે૩૯ ટી ૧૪૬૪ માં મીકસ હાઈડ્રોકાર્બો ઓઈલ એસ.એમ. ટ્રેડરના નામે માલ આપવામાં આવ્યો હતો. જે પેટે ફરિયાદીએ આરોપી અશિષને જીએસટી સાથે ર૭,૩ર,૬પ૬ રૂપિયા ચુકવી આપ્યા હતા. આ ઉપરાંત જીએસટી વિભાગ દ્વારા ટેન્કર સીઝ કરવામાં આવ્યું હતું. આ ટેન્કર છોડાવવા માટે ફરિયાદીએ આરોપી અશિષ મહેતા પાસે કોની પાસેથી માલ ખરીદ્યો તેનું બીલ અને ઈમ્પોર્ટની કોપી માંગતા આરોપીએ આપી ન હતી. જેથી માલ છોડાવવા માટે ૧ર ઓકટોબરના હાઈકોર્ટમાં હુકમ મુજબ પેનલ્ટી સાથે ૮,૪૮,પ૩૬ રૂપિયા જીએસટી વિભાગમાં ભરવા પડયા હતા. જે નાણા ભરીને ટેન્કર અને માલ છોડાવ્યો હતો. આરોપી અશિષ મહેતાએ ફરિયાદી સાથે બીલ અને જીએસટીની માહિતી ન આપી છેતરપિંડી કરતા ગાંધીધામ એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાયો છે.
 

Comments

COMMENT / REPLY FROM