Trending News
સ્થાનિક સમાચાર

મુંદરામાં પાન-મસાલાની કેબીનમાંથી ગાંજો પકડાયો

27 October


એસઓજીએ ર૬૬ ગ્રામ મુદ્દામાલ કબજે કર્યો


મુંદરા : શહેરમાં નદીનાકા વિસ્તારમાં આવેલ ભુખી નદીના પટ્ટમાં પાન-મસાલાની કેબીનમાં ગાંજો વેંચાતો હોવાની બાતમી આધારે એસઓજીએ કાર્યવાહી કરી એક ઈસમને ઝડપી લીધો હતો.  જિલ્લામાં ડ્રગ્સની બદી અટકાવવા માટે અપાયેલી સુચના અંતર્ગત મુંદરા વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જયાં આરોપી સુખપરવાસના ૭૩ વર્ષિય ઈસ્માઈલ યુસુુફ શેખને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપી પોતાના કબજાની પાન - મસાલાની કેબીનમાં ગેરકાયદે રીતે ગાંજો વેંચતો હતો. પોલીસે કેબીન તપાસ કુલ્લ ર૬૬ ગ્રામ ગાંજો કિંમત રૂા. ર૬૬૦ તથા મોબાઈલ, રોકડા અને ડીજીટલ વજન કાંટો મળી કુલ્લ ૪૦૬૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપી સામે મુંદરા પોલીસમાં એનડીપીએસની એકટ તળે ગુનો દાખલ કરાયો છે. કેટલા સમયથી વેચાણની પ્રવૃતિ ચાલુ હતી ? માલ કયાંથી મેળવ્યો ? એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

Comments

COMMENT / REPLY FROM