Trending News
ક્રાઈમ

ભુજના ભાનુશાલીનગરમાં ઘરમાંથી ૧.૦૯ લાખની ચોરી

27 October

શહેરમાં દરેક પોઈન્ટ પર ખાખી તૈનાત હોવા છતાં...




તહેવારો પૂર્વે જ તસ્કરો સક્રિય બનતા લોકોમાં ઉચ્ચાટ ફેલાયો



ભુજ : તહેવારોને ધ્યાને રાખી ભુજ શહેરમાં અલગ અલગ સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બજાર વિસ્તારમાં હોમગાર્ડ અને પોલીસને કાર્યરત રાખવા સાથે રાતના સમયે વાહન ચેકીંગ કરવામાં આવતું હોય છે પરંતુ ખાખીનો તસ્કરોને ડર ન હોય તેમ ભાનુશાલીનગરમાં મકાનમાંથી ૧.૦૯ લાખના દાગીનાની ચોરી થઈ હતી.ભાનુશાલીનગરમાં સપના એપાર્ટમેન્ટની સામે મકાન નં. ૭૯-એ માં બનાવ બન્યો હતો. ફરિયાદી સુરભાઈ રાજનભાઈ મહેતાએ બી ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમના મકાનનો દરવાજો ખોલી ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી ઉપરના રૂમમાં રાખેલ કબાટના ખાનામાં પર્સની અંદર રાખેલા રોકડા રૂા. ૧ર હજાર, તથા સોનાની ૩૭ હજારની સવા તોલાની વીટી, બીજી હીરાની નંગ વાળી ર તોલાની ૬૦ હજારની વીટી તેમજ ચૂંટણી કાર્ડ સહિત ૧.૦૯ લાખની ચોરી થઈ હતી. રપ તારીખે ૧૦ થી ૧૧ વાગ્યા દરમ્યાન આ બનાવ બન્યો હતો. જે અંગે બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવાયો છે. તહેવારના સમયમાં પોલીસ સજ્જતાના દાવા  વચ્ચે તસ્કરો હાથ સાફ કરી રહ્યા છે.

Comments

COMMENT / REPLY FROM